વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા.
સવારે 9ઃ00 થી 11ઃ00 વાગ્યુ સુધીનું મતદાન
રાજ્ય 9 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી
આંદામાન નિકોબાર 8.64% 21.82%
અરુણાચલ પ્રદેશ 6.92% 18.74%
આસામ 11.15% 27.22%
બિહાર 9.23% 20.42%
છત્તીસગઢ 12.02% 28.12%
જમ્મુ કાશ્મીર 10.43% 22.60%
લક્ષદ્વીપ 5.59% 16.33%
મધ્ય પ્રદેશ 15.00% 30.46%
મહારાષ્ટ્ર 6.98% 19.17%
મણિપુર 11.91% 28.19%
મેઘાલય 13.71% 32.61%
મિઝોરમ 14.60% 26.56%
નાગાલેન્ડ 12.13% 22.82%
પુડુચેરી 11.86% 28.10%
રાજસ્થાન 10.67% 22.51%
સિક્કિમ 7.92% 21.20%
તમિલનાડુ 9.09% 23.72%
ત્રિપુરા 15.21% 34.54%
ઉત્તર પ્રદેશ 12.66% 25.20%
ઉત્તરાખંડ 10.54% 24.83%
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ આપ્યો મત
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી.