• લોર્ડ ઓફ રિધમઃ  બરજોર લોર્ડ

    આર્ટિકલ 7-2-2023 10:44 AM
    લેખક: દિલીપ ઘાસવાલા
     હિન્દી ફિલ્મી સંગીતની દુનિયામાં બેજોડ અને અજોડ કોઈ કલાકાર હોય તો તે છે બરજોર ઉર્ફે બજી લોર્ડ. અત્યારે તો એ નિવૃત્ત જીવન વિતાવે છે. પણ એમનો પણ જમાનો હતો કોણ માનશે? સંગીતની દુનિયાની ઇમારતના પાયા હતા કોણ માનશે? સંગીતને સમર્પિત સમગ્ર પારસી લોર્ડ પરિવારે હિન્દી સિનેમા જગતમાં અદ્વિતીય પ્રદાન કર્યું છે. પિતાએ ૨૫૦૦૦ ગીત, નાના દિકરા એ ૧૮૦૦૦ ગીત તથા મોટા દીકરા એ પાંચ હજારથી વધુ ગીતોમાં વાદ્ય સંગીત વગાડ્યું છે. લોર્ડ બૂજી અદ્ભુત વાદ્યકાર છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેઓ સન્માનિત થયા છે. સંગીતની દુનિયામાં એમનો પ્રવેશ પણ ચકા ચૌંઘ કરનાર છે. બન્યું એવું કે  એક ગીતના રેકોર્ડિંગ માટે મોટા ભાઈ કેરસી ને વાદ્યકાર  તરીકે જવાનું હતું પણ એમની તબિયત સારી ન હોવાથી એમણે નાના ભાઈ બુજી ને મોકલી આપ્યો. સંગીતકાર હતા શંકર જયકિશન . જયકિશને બુજીને ડ્રમ પર્ કંઇક વગાડવા કહ્યુ અને એમની ડ્રમ સ્ટિક જે રીતે વાગી તે જોઈ ને તરત જ એમને કામ સોંપી દીધું અને ત્યારથી એમની સંગીતની દુનિયામાં વણથંભી સૂરીલી યાત્રા શરૂ થઈ. અને રાતોરાત એ રિધમ પ્લેયર તરીકે જાણીતા થઈ ગયા. આર. ડી. બર્મનના મોટાભાગના ગીતોમાં એમણે ડ્રમ કે પછી અન્ય તાલ વાદ્ય વગાડ્યા છે. એમણે ડ્રમ ઉપરાંત ઝાઇલોફોન, વાઈબ્રોફોન, ઘૂંઘરું, ટ્રાઈ એન્ગલ, કોંગો,બોંગો, ઇટાલિયન સાઈડ રિધમ વાદ્યો, વગેરે તો અસંખ્ય વાદ્યો એઓ એકલે હાથે વગાડતાં હતાં. એમના નામનો સિક્કો હતો એ જમાનામાં. બાળપણમાં ખરેખર તેઓ મરીન એન્જિનિયિંગમાં જવા માંગતા હતા. પરંતુ ઘરનું વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે એમણે એમના પિતાનો જ વ્યવસાય અપનાવી લીધો. અને હિન્દી ફિલ્મ જગતના મોટાભાગના સંગીતકારોના સંગીત નિર્દેશનમાં એમણે અનેક વાદ્યો વગાડ્યા. પણ એમની માસ્ટરી તો ડ્રમ પર્ જ. એમનો ડ્રમ ટંકાર જગવિખ્યાત  છે. આર. ડી બર્મન એમના પ્રિય સંગીતકાર હતા. આર. ડી એમની પાસે અનેક પ્રયોગો પણ કરાવતાં હતા. ઊંધી સ્ટીક મારીને ધ્વનિ લયનો અનેરો સંગમ કરાવતા. તો કેટલીક વાર ગોંગ પર્ જુદી રીતે ટકોરો મારીને સંગીતિક પ્રયોગો કરાવતા જે સફળ પણ ખૂબ થયા છે.

    બરજોર લોર્ડ, ઉર્ફે “બજી” લોર્ડ, સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વના સંગીત સૌર મંડળના એઓ એક ઝળહળતા સુર્ય છે.  તેઓ સંગીત ઉદ્યોગમાં ખ્યાતનામ પારસી  પરિવારમાંથી આવે છે.  જ્યારે તમે ચાંદ મેરા દિલ, સાયોનારા, આ જાને જાન, મહેબૂબા મહેબૂબા, વગેરે  ગીતો સાંભળો છો, ત્યારે તેમની સંગીત સાધનાનો પરચો દેખાશે.તેમણે આજ પર્યંત અઢાર હજારથી પણ વધુ ગીતોમાં રિધમ પ્લેયર તરીકે કામ કર્યું છે એ એમનો નીજી રેકોર્ડ છે.  ઝાયલોફોન અને ડ્રમ્સે તેમને  જીવન જીવવામાં બળ આપવાનું કાર્ય કર્યું છે અને તેમણે એકસાથે અનેક વાદ્યો વગાડીને લોક રંજન તેમજ કલાનું પ્રદર્શન કર્યું, તે સરાહનીય છે. બાળપણમાં એમને મરીન એન્જિનિયર બનવાનું સપનું હતું જે સાકાર નહોતું થયું પણ વિદેશોમાં કાર્યક્રમ કરવાની ઈચ્છા ફળીભૂત થઈ હતી. એકવાર વેસ્ટ ઇન્ડીઝમાં એમનો લાઈવ કાર્યક્રમ મોહમ્મદ રફી, કિશોરકુમાર, આશા ભોંસલે સાથે હતો. અને એમણે ડ્રમ પર્ જે રીતે કામ કર્યું તે જોઈ પ્રેક્ષકોએ એમને તાળીઓથી નવજ્યાં હતા. સાથે એમને શંકા પણ ગઈ હતી કે આટલી ઝડપી રીતે કોઈ માણસ ડ્રમ વગાડી શકે? જરૂર કોઈ મશીન કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હશે એટલે ઇન્ટરવલમાં એમનો હાથ ચેક કરવા આવ્યા હતા. અને ખાતરી કર્યા બાદ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું અને સ્થાનિક અખબારમાં પહેલા પાનાં પર એમનું નામ ફોટો સાથે છપાયું હતું. એમની કારકિર્દીનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હતો ત્યારે જ એમણે અચાનક નિવૃત્તિ લઇ લીધી. કારણ પૂછતાં તેઓ સુનીલ ગાવસ્કરને ઉલ્લેખીને  કહે છે કે  જ્યારે તમારી પ્રગતિ આસમાનને ચુમતી હોય ત્યારે જ નિવૃત્ત થવામાં શાણપણ છે. લોકો ધક્કા મારીને કાઢી મૂકે એ પહેલા નિવૃત્ત થવું સારું એ ન્યાયે એમણે નિવૃત્તિ લીધી.  તે વખતે ફિલ્મી કાવાદાવા પણ વધી ગયા હતા. અને આધુનિક વાદ્યો ઈલેક્ટ્રોનિક વાદ્યો આવવાના શરૂ થઈ ચૂક્યા હતા. એટલે પણ એમણે નિવૃત્ત થવાનું મુનાસીબ માન્યું. અને પછી એમણે મુંબઈ છોડ્યું અને હાલ એમની પત્ની સાથે નારગોલના દરિયા કિનારે ઘર બનાવી શાંતિથી નિવૃત્ત જીવન ગુજારે છે. હાલ એઓ એમના અંગત મિત્રો જ્યોર્જ મેકવાન, રીટા મેકવાન, જોય ક્રિસ્ટી, નિકી ક્રિષ્ટી સાથે સંગિક્ત સમય પરિવેશમાં જીવનનો ભૈરવી રાગ આલાપી જીવનને મોજથી નારગોલના દરિયા કિનારે માણે છે. એમની કારકિર્દીના શ્રેષ્ઠ ગીતોમાં બરજોર  (બુજી) લોર્ડ એ વિવિધ તાલ વાદ્યો વગાડ્યાં હતાં:  રાત અકેલી હૈ – જ્વેલ થીફ ‘67 , ગુલાબી આંખે – ધ ટ્રેન ‘70 , ફૂલોં કે રંગ સે – પ્રેમ પૂજારી ’70 ,  દમ મારો દમ – હરે રામા હરે કૃષ્ણ ’71 , પિયા તુ અબ તો આજા – કારવાં ’71 , આઓ ના ગલે લગાઓ ના – મેરે જીવન સાથી ’72 ,  દુનિયા મેં લોગોં કો – અપના દેશ ’72 , જાને જાન ધૂંધતા – જવાની દીવાની ’72 , લેકર હમ દિવાના દિલ – યાદો કી બારાત ’73 , મહેબૂબા મહેબૂબા – શોલે ‘75 ,  ચાંદ મેરા દિલ – હમ કિસી સે કમ નહીં ’77 , યે મેરા દિલ – ડોન 78

    આ તમામ ગીતો ભારતીયો કાયમ માટે યાદ રાખીને બરજોર લોર્ડ ને અમર બનાવશે. રિધમના લોર્ડ બરજોર (બજી) લોર્ડ લોકોના દિલ પર કાયમ રાજ કરશે.વંદે માતરમ્ જય હિન્દ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!