• પ્રેમ સૌથી ઉચ્ચ અને પવિત્ર ભાવના છે-શ્રી કૃષ્ણ
    આર્ટિકલ 5-2-2023 11:55 AM
    લેખક: સપન શાહ
    સાયન્સ ઘણું આગળ વધી ચૂક્યું છે અને તેમાં પણ આજે ઘણી બધી બાબતો એવી છે કે જે સામાન્ય રીતે લોકોને ખબર હોય છે. જેમ કે, અર્ધજાગ્રત મનની શક્તિઓ, વાઈબ્રેશન્સ એટલે કે, તરંગો વગેરે. લોકોમાં આજે એટલી જાણ છે કે, જ્યારે જીવનમાં કોઈપણ વસ્તુ મેળવવી હોય તો તે ફક્ત શારીરિક મહેનતથી કદાચ શક્ય નથી. પરંતુ તેની સાથે સાથે જો મનની શક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી મદદ કરી શકે. 

    હવે કોઈ પણ વ્યક્તિ કે જે વધારે ધ્યાન નથી કરતા, મનની શક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે નથી જાણતા અથવા આ બધી બાબતોના સાયન્સથી અપરિચિત છે, તો તેવી વ્યક્તિએ શું કરવું ? આવી વ્યક્તિઓ માટે અને આપણા સૌ માટે એક સરળ ઉપાય છે આ બધી બાબતોનો અને તે છે કે આપણે સૌ પ્રેમભાવના રાખીએ. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, પ્રેમ સૌથી ઉચ્ચ અને પવિત્ર ભાવના છે અને પ્રેમના તરંગો એટલે કે વાઈબ્રેશન્સ ખૂબ હાઈ હોય છે. જ્યારે આપણે પ્રેમભાવના રાખીએ છીએ ત્યારે આપણે આપણા શરીર અને મનના વાઈબ્રેશન્સને ઉપર ઉઠાવીએ છીએ. 

    આપણે સૌ એક બાબતથી પરિચિત છીએ કે, આ બ્રહ્માંડમાં બધુ ઊર્જા એટલે કે એનર્જીથી બનેલું છે અને એનર્જીને માપવા ફ્રિકવન્સી વપરાય છે. તો જ્યારે આપણે પ્રેમભાવના રાખીએ છીએ ત્યારે આપણે આપણા શરીર અને મનની ઊર્જાની ફ્રિકવન્સી ઘણી વધારી શકીએ છીએ અને તેને ઉચ્ચકક્ષાએ લઈ જઈ શકીએ છીએ. જ્યારે આપણે આ વાઈબ્રેશન્સ આપણી રોજબરોજની જિંદગીમાં સાચવીએ છીએ ત્યારે આપણે માટે આપણું જીવન ખૂબ સુંદર બની જાય છે અને કામકાજમાં પણ આગળ વધવું અને સ્ટ્રેસ વગર કામ કરવું શક્ય બને છે.
     
    આ પ્રેમભાવના રાખવાના ઘણા સરળ ઉપાય છે. જેમ કે, ભક્તિ કરવી, મંત્રજાપ કરવા, ધ્યાન કરવું, કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો, સવારે થોડા વહેલા ઊઠી શાંત વાતાવરણમાં તાજી હવામાં ચાલવું અથવા સમય વિતાવવો. સારા લોકો સાથે વાત કરવી, સારી ચોપડી વાંચવી. જીવમાત્ર માટે દયાભાવના અને મદદની તૈયારી રાખવી. આ બધાની સાથે હસવું એ ખૂબ સારો ઉપાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાના ચહેરા પર સ્માઈલ રાખે છે અને અથવા હસતો હોય છે ત્યારે તે સમયે તે દુઃખી નથી થઈ શકતો. કારણ કે, આપણે એક સમયે એક જ ભાવનાનો અનુભવ કરી શકીએ છીએ. એટલે જો આપણે ખુશ મિજાજી રહીએ, હસતા રહીએ તો આપણને દુઃખ, તાણ, ગુસ્સો, નિરાશા વગેરે જેવી ભાવનાઓ નથી આવતી અને આપણે આપણી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખૂબ સરસ રીતે જીવી શકીએ છીએ અને બેલેન્સમાં લાવી શકીએ છીએ. 

    આ સિવાય માફ કરવું પણ એક ઉપાય છે. આ ઉપાય સરળ નથી, પણ ખૂબ અસરકારક છે. આપણને કોઈકને કોઈક વ્યક્તિ દુઃખ અથવા તકલીફ આપવાનું જ છે. માત્રા અલગ અલગ હશે. 

    આવી જે પણ વ્યક્તિઓ હોય તેને માફ કરવું એ આપણા પોતાના સુખી જીવન માટે જરૂરી છે. જ્યારે આપણે કોઈને માફ કરી દઈએ છીએ ત્યારે તે વ્યક્તિ સાથે જોડાયેલી આપણી તકલીફભરી ભાવનાઓને આપણે ઓછી કરી દઈએ છીએ અને આપણે સારી ભાવનાઓનું સર્જન કરી શકીએ છીએ. પશુ-પક્ષીઓ સાથે સમય વિતાવવાથી પણ આપણા વાઈબ્રેશન્સ ખૂબ ઊંચા લેવલ પર જાય છે. પશુ-પક્ષીઓ હંમેશા નિસ્વાર્થભાવે પ્રેમ કરે છે. તેમને ક્યારેય કોઈની પાસે કોઈ અપેક્ષા નથી હોતી. 

    જો તમારી આસપાસ અથવા મિત્રવર્તૂળમાં કોઈની પાસે ડોગ અથવા અન્ય કોઈ પશુ કે પક્ષી હોય પાળેલું તો તે વ્યક્તિને પૂછજો કે જ્યારે તે ગુસ્સે હોય કે દુઃખી હોય અને પોતાના ડોગ સાથે થોડો સમય પસાર કરે પછી તે કેવું અનુભવે છે. પશુ-પક્ષીઓ સાથે સમય વિતાવવાથી આપણી અંદર નિસ્વાર્થ પ્રેમભાવના ઉતપન્ન થાય છે જેનાથી આપણી અંદર એક ખૂબ સારી ઊર્જાનો સંચાર થાય છે. જીવનમાં પ્રેમ રાખવો અને પ્રેમથી જીવન જીવવું એ જીવનને એક પ્રેમભર્યો અર્થ આપવા બરાબર છે.    
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!