• 52 નાયબ મામલતદારોની સામૂહિક આંતરિક બદલી
    ગુજરાત 6-2-2023 09:12 AM
    • વડોદરાનાં જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા આદેશ
    • મહેકમની મુદ્દત પૂર્ણ થયા બાદ બદલીનાં આદેશ
    વડોદરા

    ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી મહેકમની મુદત પૂર્ણ થતા જિલ્લા કલેકટર કચેરી દ્વારા 52 નાયબ મામલતદારોની સામૂહિક આંતરિક બદલીના હુકમ જિલ્લા કલેકટર અતુલ ગોરે કર્યા છે.જિલ્લા કલેકટરે કરેલા હુકમમાં કેટલાક કર્મચારીનો પગાર ખર્ચ જે તે ડિપાર્ટમેન્ટમાં કરવાનો પરંતુ તે કર્મચારી અન્ય વિભાગમાં ફરજ બજાવશે તેમ પણ જણાવ્યું છે.જિલ્લા કલેકટર અતુલ ગોરે કરેલા હુકમમાં મુખ્યત્વે જે.એ.સાધુને નાયબ મામલતદાર ઝોન 2 પુરવઠા શાખા, એમ.વી.નીનામાને નાયબ મામલતદાર પ્રાંત કચેરી કરજણ, અર્જુનસિંહ ચૌહાણને સર્કલ ઓફિસર વડોદરા ગ્રામ્ય, કે.જે.નાયકને શિરસ્તેદાર પ્રાંત કચેરી, એમ.એમ.મલેકને નાયબ મામલતદાર ટ્રેઝરી, કે.કે.કારોલિયાને સર્કલ ઓફિસર સાવલી, દીપ ત્રિવેદીને નાયબ મામલતદાર ઇ-ધરા કચેરી વડોદરા ગ્રામ્ય, કે.એસ.ભોઈને નાયબ મામલતદાર ખાસ જમીન સંપાદન અધિકારી એકમ એકની કચેરી, એમ.કે. સિંનોલને નાયબ મામલતદાર પ્રાંત કચેરી, એન.જે. આલને પુરવઠા નિરીક્ષક, ચિરાગ ચૌહાણને નાયબ મામલતદાર ડભોઇ, સાગર પટેલને નાયબ મામલતદાર વડોદરા ઉત્તર, ડી.સી.મસાણીને નાયબ મામલતદાર વડોદરા પશ્ચિમ, બીએન પ્રજાપતિને પુરવઠા નિરીક્ષક કલેકટર કચેરી, એ.એ.પ્રજાપતિને પુરવઠા નિરીક્ષક, એસ.એ.રાઠોડને શિરસ્તેદાર, અનિરુદ્ધસિંહ ચાવડાને સર્કલ ઓફિસર વડોદરા દક્ષિણ, આર.એચ.હિંડોચાને નાયબ મામલતદાર એનફોર્સમેન્ટ, આર.એમ.પટેલને નાયબ મામલતદાર વહીવટ અને બી.પી.બારીયાને નાયબ મામલતદાર પુરવઠા કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 32 જેટલા અધિકારી મળી કુલ 52 કર્મચારીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!