• વિજય મુહૂર્ત ચૂકી જતા આવતીકાલે C.R. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે
    ગુજરાત 18-4-2024 11:57 AM
    • રોડ શૉ પૂર્ણ કરી પરત ફર્યા
    નવસારી

    આજે ભાજપ પદેશ પ્રમુખ સી. આર. પાટીલ ભવ્ય રોડ શૉ યોજી નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. રોડ શૉમાં ચિક્કાર કાર્યકર્તા હોવાને લીધે સી. આર. પાટીલ વિજય મૂહુર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી તેમણે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.

    મહત્ત્વનું છે કે, સી. આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા.
    સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં. સી. આર. પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલએ જણાવ્યું હતું કે,”સી. આર. પાટીલની આ ચોથી ટર્મ છે. સુરત અને નવસારીથી અંદાજીત 30થી 35 હજાર જેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. અમને ભરોસો છે કે ગત વખતની લીડ કરતા આ વખતે વધુ લીડ હશે.”
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!