• વેરાવળ પંથકમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશથી 200થી વધારે લોકો ફૂડ પોઈઝનિંગ
    ગુજરાત 19-4-2024 11:46 AM
    ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ ખાવા અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ છે. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. 50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળ્યો છે.રાજ્યમાં આગ ઝરતી ગરમીના પગલે રોગચાળો વકર્યો છે. ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ છે. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે.50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળ્યો છે. તાલાળા હોસ્પિટલના બેડ ખૂટી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે તમામ લોકોની તબિયત સુધારા પર છે.

    બીજી તરફ આ અગાઉ રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. જેમાંથી સ્વામિનારાયણ ગુરૂકુળના 30 વિદ્યાર્થીઓની તબિયત વધારે લથડી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!