• મૌનીની વાણી
    જતીનકુમાર બહાર ગયા છે કે આજે આવ્યા નથી?’ બેન્કના કાઉન્ટર બહારથી નિહારીકાએ, ઓફિસરની ખુરશી ખાલી જોતાં, કાઉન્ટર ક્લાર્ક સેજલને પૂછ્યું. સેજલે જવાબ આપ્યો, ‘તે આજે એક દિવસની રજા ઉપર છે. તમારે બેન્કનું કંઈ કામ હોય તો કહો.’

    ‘ના, તો પછી હું કાલે આવીશ’ એટલું બોલી નિહારીકા બેન્કની બહાર નીકળી ગઈ. નિહારીકા અને સાવનકુમારનું બેન્કમાં સંયુક્ત સેવીંગ ખાતું હતું. સાવરકુમાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને તે એક ઇન્ટરનેશનલ કંપનીમાં ફાયનાન્સીયલ વાઈસ પ્રેસિડેન્ટ હતા. કંપનીમાં તેણે દસ વાગ્યે હાજર થવાનું હતું અને બેન્ક હંમેશા દસ વાગ્યે ખુલતી તેથી બેન્કનું બધુ કામ નિહારીકા સંભાળતી.

    નિહારીકા અને સાવનકુમારનું લગ્નજીવન ફક્ત ચાર વર્ષ ટક્યું. તે દરમ્યાન તેમને ત્યાં બે દિકરીના જન્મ થયા. મોટી ધ્વની અને નાની યામી હજુ પૂરા સમજણા થાય તે પહેલાં જ સાવનકુમારનું એક કાર એક્સીડન્ટમાં મૃત્યુ થયું. 

    સાવનકુમારના બે ભાઈઓ તથા એક બેન હતા. તેમના પિતાએ સંયુક્ત કુટુંબ તરીકે દવાનો હોલસેલ વેપાર વિકસાવ્યો હતો. સાવનકુમારને સંયુક્ત હિન્દુ કુટુંબના સભ્ય તરીકે ધંધાના નફામાંથી ભાગ મળતો હતો.

    બેન્કમાં સાવનકુમાર અને નિહારીકાના સેવિંગ ખાતામાં કોઈપણ એક સહી કરી રકમ ઉપાડી શકે તેવી સુચના તેઓએ આપેલ. તે ઉપરાંત આ ખાતામાં નોમીની તરીકે સાવનકુમારના મોટાભાઈ પવનકુમારનું નામ હતું. સાવનકુમારનો પાગર સારો હતો; બેન્કમાં ફીક્સ ડીપોઝીટની રકમો રકમ તરીકે હતી. 

    સાવનકુમાર અને નિહારીકા બે પુત્રીઓ સાથે પોતાના ફ્લેટમાં રહેતા હતા. સાવનકુમારના મૃત્યુ પછી નિહારીકા અને દીકરીઓ સસરાના ઘરે થોડા દિવસ રહેવા આવેલા.

    એક દિવસ પવનકુમારે કુટુંબના સભ્યોની હાજરીમાં નિહારીકાને જણાવેલું કે,‘ભાઈનું અવસાન થયું તે પછી પણ તમે સંયુક્ત કુટુંબના સભ્યો તરીકે ચાલુ રહો છો. ભાઈની મિલકત પણ કુટુંબની ગણાય.’

    પવનકુમારની વાત સાંભળીને નિહારીકાના મનમાં ધ્રાસકો પડ્યો; તેને થયું કે તેનો ફ્લેટ તથા બેન્કમાંની રકમો કુટુંબની ગણાવીને તે પડાવી લેવાની ગણત્રી પવનકુમારના મનમાં હશે.

    ત્યારપછી થોડા દિવસ બાદ નિહારીકા બેન્કમાં ખાતામાંથી રકમ ઉપાડવા ગઈ ત્યારે બેન્કના ઓફીસર જતીન મહેતાએ તેને માહિતી આપી કે તે જ દિવસે સવારે પવનકુમાર બેન્કમાં આવેલા અને તેમણે બેન્કને સાવનકુમાર ગુજરી ગયા હોવાની લેખિત જાણ કરી. તેમના ડેથ સર્ટીફીકેટની નકલ પણ રજૂ કરી હતી. તેમણે લેખિત માંગણી કરેલ કે, ‘સાવનકુમારના બધા ખાતાઓમાં હું નોમીની છું તેથી તેમાંની બાકી રકમ મને મળવી જોઈએ.’ આ વાત સાંભળીને નિહારીકાને તો નીચેથી ધરતી સરકી જતી હોય તેવો આંચકો લાગ્યો. 

    પવનકુમારે આપેલ લેખિત અરજી જતીનકુમાર પાસે હતી. તેણે નિહારીકાને કહ્યું, ‘તમે ચિંતા નહીં કરો. હજુ આ અંગે બેન્કે કોઈ નિર્ણ કર્યો નથી. તમે એક કલાક પછી આવો ત્યાં સુધીમાં આનો નિવેડો આવી જશે.’

    એક કલાક પછી નિહારીકા ફરી બેન્કમાં આવી ત્યારે જતીનકુમારે તેને કહ્યું કે તમે તમારા ખાતામાંથી રકમ ઉપાડી શકશો. બેન્કે પવનકુમારને આપેલ જવાબની નકલ જતીનકુમારે નિહારીકાને વંચાવી. તે પત્રમાં બેન્કે લખેલું હતું કે, ‘સંયુક્ત ખાતામાં રહેલી રકમ બંન્ને ખાતેદારો ગુજરી જાય પછી નોમીનીને ચૂકવવાની હોય છે તેથી અત્યારે નોમીનીનો કોઈ હક્ક બનતો નથી.’
    આ પત્ર વાંચીને નિહારીકાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તે જાણે ઉપકારવશ થઈ હોય તેમ જતીનકુમારને જોઈ રહી જેણે જતીનકુમારનો આભાર માન્યો. પછી નિહારીકાએ ચેક લખીને દસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા.

    બેન્ક તરફથી લખાયેલ જવાબનો પત્ર પવનકુમારને તે જ સાંજે પહોંચાડવામાં આવ્યો.

    બીજે દિવસે સ્થાનિક ક્લીયરીંગ સાવનકુમારની સહીવાળો રૂપિયા પચાસ હજારનો ચેક બેન્કનો મળ્યો. ચેક પવનકુમાર રતિલાલના નામનો હતો. આ ચેક પાસ થવા માટે લેજર કીપર રાજેશ પાસે આવ્યો ત્યારે તેણે જોયું કે લેજરમાં થયેલ નોંધ મુજબ સાવનકુમાર ગુજરી ગયા હતા. રાજેશે, ઓફિસર જતીનકુમારનું આ બાબતે ધ્યાન દોર્યું. જતીનકુમારે ચકાસણી કરી તો જાણવા મળ્યું કે ચેકની તારીખ સાવનકુમારના મૃત્યુની પહેલાની હતી. તેમ છતાં ચેક લખવાનું મૃત્યુ થયાની બેન્કને જાણ હોઈ તે ચેકનું પેમેન્ટ થઈ શકે નહીં તેવા કારણસર ચેક રીટર્ન કરવામાં આવ્યો.

    જતીનકુમારે પચાસ હજાર રૂપિયાનો ચેક રજૂ થયા અંગેની બાબત સાંજે નિહારીકાને ફોનથી જણાવી ત્યારે નિહારીકા મૂંઝાઈ ગઈ. આ બાબતે હવે શું કરવું તે માટે તેણે જતીનકુમારની સલાહ માંગી. નિહારીકાએ તે સાંજે જતીનકુમારને પોતાના ઘરે આવવા વિનંતી કરી.

    જતીનકુમાર બેન્કમાં ઓફિસર તરીકે જોડાયા તે પહેલાં સ્થાનિક કોલેજમાં લેકચરર હતા. તેના માતા-િપતા ગામડે રહેતાં હતા. ગામડામાં તેઓની દુકાન હતી. માતા-િપતાએ જતીનના લગ્ન માટે ઘણી કન્યાઓ જોઈ પણ તેમાંથી કોઈ જતીનકુમારને પસંદ પડી ન હતી. તે શહેરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા.

    બેન્કમાંથી છૂટીને જતીનકુમાર નિહારીકાના ફ્લેટે ગયા ત્યારે નિહારીકા તેમની આતુરતાથી રાહ જોતી હતી.
    સાવનકુમારના બેન્ક ખાતાઓ વિષે ચર્ચા કરીને જતીનકુમારે સલાહ આપી કે સેવીંગ ખાતુ બંધ કરાવીને એક નવું ખાતું નિહારીકાએ પોતાના નામને ખોલાવવું જોઈએ. તેવી જ રીતે ફીક્સ ડીપોઝીટની રકમો પોકે ત્યારે પોતાના નામે નવી ડીપોઝીટ કરાવી લેવી જોઈએ. તે બધા ખાતામાં નોમની તરીકે મોટી દીકરી ધ્વનીનું નામ લખવાનું જોઈએ.બેન્કના ખાતાઓ ઉપરાંત, નિહારીકાના સાસરીયાના વર્તાવ, સાવનકુમાર સાથેનું દાંયત્યજીવન, દીકરીઓના ભવિષ્ય, એકબીજાના ભૂતકાળ વિશે ઘણી વાતો જતીનકુમાર અને નિહારીકા વચ્ચે થઈ.

    નિહારીકાએ આભારવશ થઈ જતીનકુમારના ખભે માથુ ઢાળી દીધું. જતીનકુમારે પણ સહાનુભૂતિ દર્શાવીને સારા ભવિષ્ય માટે લાગણી વ્યક્ત કરી.
    બીજે દિવસે નિહારીકા બેન્કમાં ગઈ અને ખાતાઓ તથા સેફ ડીપોઝીટના ખાતા વિ. પોતાના એક નામે કરાવી લીધા. આ વધી અટપટી હતી પણ જતીનકુમારની મદદથી બધુ સારી રીતે પતી ગયું.
    નિહારીકાના સસરાએ ત્યારપછી પોતાનું સંયુક્ત હિન્દુ કુટુંબ વિખેરી નાખ્યું અને સભ્યોને તેઓના ભાગ પૂરતી મિલ્કત વહેંચી દીધી. પછી પોતાના ધંધાને બે દીકરીઓ સાથે ભાગીદારીમાં કરવાનું નક્કી કર્યું. આમા નિહારીકાને કુટુંબના સભ્ય તરીકે મિલકતમાંથી ભાગ મળ્યો.

    નિહારીકા પાસે હવે પોતાના ભરણ-પોષણ તથા દીકરીઓને ભણાવી-ગણાવી મોટી કરવા માટે મિલકત પૂરતી હતી. પરંતુ તેને પોતે એકલી પડી ગઈ હોય તેમ જણાતું હતું. નિહારીકા બેન્કમાં કંઈ કામ હોય કે ન હોય તો પણ જતીનકુમારને મળવા જતી. તે સિવાય રજાના દિવસોમાં બંન્ને વારંવાર મળતા હતા.
    (ક્રમશઃ)

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!