• નમો ખેડૂત પંચાયતઃ ભાજપ 143 બેઠક પર ઈ-બાઈકથી ખેડૂતોને માહિતી આપશે
    મુખ્ય શહેર 20-9-2022 11:51 AM
    • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગરથી ઈ-બાઈક્સને લીલીઝંડી આપી
    ગાંધીનગર

    વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાનું આયોજન કર્યું છે. પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કર્યુ છે. ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતેથી નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નમો કિસાન પંચાયત બાદ હવે મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શૉ અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના નભોઈ ગામે યોજાયેલા નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં તેમણે ઈ-બાઈક્સને લીલીઝંડી આપી. તેમણે કહ્યું કે, 182 વિધાનસભામાં ઈ-બાઈક લઈ જવાનું આયોજન કર્યુ છે. કાર્યકર્તાઓ ઈ સ્કૂટી લઈને ગામડાના લોકો વચ્ચે જશે.   

    આ પ્રસંગે નડ્ડાએ જણાવ્યુ હતુ કે, કૃષિ વિભાગના બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. PM મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવીને 80 કરોડ જનતાને પાંચ કિલો ઘઉં, પાંચ કિલો ચોખા અને પાંચ કિલો દાળ આપીને ગરીબ જનતાને મજબૂત કરવાનું કામ કર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, એક સદી પહેલા જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે રોગ કરતાં ભૂખમરાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના મહામારી સદીની સૌથી મોટી દુર્ઘટના હતી. પરંતુ વડા પ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમણે 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલવાનું કામ કર્યું છે. જે.પી નડ્ડાએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે ખેડૂત પંચાયતનો પ્રારંભ કરવાની તક મળી. તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મેં રાજનીતિને ખૂબ નજીકથી જોઈ છે, કેટલાક લોકો ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યાં છે. દેશમાં અનેક નેતાઓએ ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ નેતાઓએ ખેડૂતો માટે કશું કર્યું જ નથી.આઝાદ ભારતમાં ખેડૂતો માટે કોઈએ કામ કર્યું હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.પીએમ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કામ કર્યા છે. તેમણે ખેડૂતો માટે કિસાન સમ્માન નિધી યોજના શરૂ કરી છે. આજ સુધીમાં 1.36 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાઓમાં પહોંચ્યા છે. તેમણે ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારના વખાણ કર્યા વિના પણ હું નહીં રહીં શકુ, 32 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં સરકારે મદદ કરી છે. ગાંધીનગર કલોલમાં નેનો યુરિયાની ફેક્ટરી લાગી રહી છે. હવે યુરિયા બોરીમાં નહીં બોટલમાં લઈ જઈ શકશો. માત્ર ભાજપના નેતાઓ જ લોકો વચ્ચે જઈને કહીં શકે છે કે અમે આ કામો કર્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!