• પ્રથમ વન-ડેમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનો 7 વિકેટે વિજય

    સ્પોર્ટ્સ 25-11-2022 12:04 PM
    • ત્રણ મેચની શ્રેણીમાં કિવીઝ  1-0થી આગળ, લાથમની સદી
    ઓકલેન્ડ

    ટી-20 શ્રેણીમાં ભારતના વિજય બાદ વન-ડે શ્રેણીના પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય થયો છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે 3 વિકેટે પાર પાડતા સાત વિકેટથી વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર ટૉમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 221* રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટૉમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી. શ્રેણીની બીજી મેચ રવિવારે 27મીએ સવારે 7 વાગેથી રમાશે.

    ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને 72 રન અને શુબમન ગિલે 50 રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉથીએ 3-3 વિકેટ ઝડપી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!