• અમેરિકાની ડુબેલી બેંક એસવીબીમાં ભારતનાં એક અબજ ડોલર ફસાયા 

    આંતરરાષ્ટ્રીય 17-3-2023 10:28 AM
    • ભારતીય સ્ટાર્ટ અપ્સનાં એક અબજ ડોલર ડુબી ગયા

    • SVB ના બંધ થવાથી ભારતીય સ્ટાર્ટઅપ્સને થશે અસર 

    નવી દિલ્હી

    ડુબી ગયેલી એસવીબી બેંકમાં ભારતીય સ્ટાર્ટ અપનાં એક અબજ ડોલર ફસાયા હોવાનાં અહેવાલ સપાટી પર આવ્યા બાદ આને લઇને ભારતીયોની ચિંતા વધી ગઇ છે. અમેરિકામાં સિલિકોન 
    વેલી બેંકના બંધ થવાથી ઘણા બધા સ્ટાર્ટઅપ્સ કે જેની થાપણો બેંકમાં હતા તે મુશ્કેલીમાં આવી છે. એવામાં ભારતના પણ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે કે જેમણે પોતાની થાપણો સિલિકોન વેલી બેન્કમાં રાખી હતી.  તેમના પણ પર હવે જોખમના વાદળ ધેરાયા છે.

    ભારતીય સ્ટાર્ટઅપ્સની સિલિકોન વેલી બેંકમાં લગભગ $1 બિલિયનની થાપણો હતી. અત્રે નોંધનીય છે કે, કેલિફોર્નિયાના બેન્કિંગ રેગ્યુલેટર્સે 10 માર્ચના રોજ સિલિકોન વેલી બેન્કને લાંબા ધિરાણકર્તા પછી બંધ કરી દીધી હતી, જેની પાસે 2022 ના અંતે $209 બિલિયનની સંપત્તિ હતી.થાપણદારોએ એક જ દિવસે $42 બિલિયન જેટલો ઉપાડ કર્યો જેના લીધે તેની નાદારીની પરિસ્થીતી સર્જાઈ હતી. થાપણદારોને તેમના તમામ ભંડોળની ઍક્સેસ મળે તે સુનિશ્ચિત કરવા યુએસ સરકારે આખરે પગલું ભર્યું છે.ભારત સરકારે કહ્યું છે કે, ભારતીય બેંકો SVBમાં ભંડોળ ધરાવતા સ્ટાર્ટઅપ્સને કોલેટરલ તરીકે ઉપયોગ કરીને ડિપોઝિટ-બેક્ડ ક્રેડિટ લાઇન ઓફર કરી શકે છે. 

    ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ બજારોમાંનું એક છે. જેમાં તાજેતરના વર્ષોમાં ઘણા બધા મલ્ટી-બિલિયન-ડોલર વેલ્યુએશન અને વિદેશી રોકાણકારોનું સમર્થન મેળવ્યું છે. જેમણે ડિજિટલ અને અન્ય ટેક વ્યવસાયો પર ખૂબ સારી છાપ ઉભી કરી છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.