• ભાદરવી પૂનમના મેળાનું આયોજન, સરકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત
    ગુજરાત 6-9-2022 07:41 AM
    લેખક: તીર્થરાજ ઠાકર
    • ૬૮૦૦ પોલીસ જવાન સાથે ૩૦૨ ડ્રોન દ્વારા દેખરેખ
    અંબાજી 

    ભક્તોને ૨ વર્ષ બાદ અંબેમાઁની ભક્તિ કરવાનો લ્હાવો મળશે જેથી તેમની અંદર ખુબજ ઉત્સાહ છે. બનાસકાંઠામાં સ્થિત શક્તિપીઠ અંબાજીમાં લાખો ભક્તો પદયાત્રાએ ઉમટશે જેના માટે કેમ્પ આયોજનની તૈયારીઓ પુરા જોશમાં ચાલી રહી છે. ભક્તોની સુવિધા માટે મંદિરનો સમય પણ સવારે ૫:૩૦થી રાત્રે ૧૨ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. ભક્તોની સગવડ માટે સરકાર દ્વારા અનેક જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

    પદયાત્રીઓ જે અંબાજી પગપાળા સંઘમાં પોહોંચશે તેમના માટે રસ્તાની એક લેન આખી ખુલ્લી કરવામાં આવી છે જેથી અકસ્માતના સંજોગોને ટાળી શકાય અને ભક્તો સુરક્ષિત રીતે માઁના દરબાર સુધી પોહોંચી શકે. આ સાથેજ કુલ ૩૦૨ સીસીટીવી ડ્રોન દેખરેખ રાખવા માટે અને સાથે ૪૬ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા, ૧૧૨ સ્થાયી રૂપે ડ્રોન અને ૧૪૪ કામચલાઉ ડ્રોન મુકવામાં આવશે અને આ દરેક કેમેરા દ્વારા લાઈવ પ્રસારણ જુદી જુદી ૧૪ જગ્યાઓમાં કરવામાં આવશે અને ૧૨ એલ.ઈ.ડી સ્ક્રીન ગોઠવવામાં આવશે. 

    એક અઠવાડિયા સુધી ચાલનાર આ મહા મેળામાં લખો લોકોનું ઘોડાપુર જોવા મળશે તેમના માટે પ્રસાદ કેન્દ્રોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કારણકે દર વર્ષે ભક્તોને પ્રસાદીની લાંબી હરોળ લગાવી પડે છે અને ભીડ ખુબ વધી જવાને લીધે અવ્યવસ્થા સર્જાય છે, જેના માટે આ વખતે જુદી જુદી જગ્યાઓએ પ્રસાદી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. કુલ ૬૮૦૦ પોલીસ જવાન અને ૧૫ એમ્બ્યુલન્સની સુવિધા કરી શકાશે . 

    આરતી-: સવારે ૫.૦૦ થી ૫.૩૦ 
    દર્શન -: સવારે ૫.૩૦ થી ૧૧.૩૦
    દર્શન -: બપોરે ૧૨.૩૦ થી ૫.૩૦
    આરતી-: સાંજે ૭.૦૦ થી ૭.૩૦
    દર્શન -: સાંજે ૭.૦૦ થી ૧૨.૦૦
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!