• જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન
    સ્પોર્ટ્સ 30-8-2022 12:16 PM
    અમદાવાદ

     30 ઓગસ્ટ, 2022: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સપ્ટેમ્બર 2022માં રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ અંડર-19 મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે.
    જીસીએના ઉપાધ્યક્ષ શ્રી ધનરાજ નથવાણીએ આ ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા 10 વર્ષથી સિનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-1નું આયોજન કરે છે. ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. 2022-23 સીઝન માટે અમે રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.” આ ટુર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમ રહેશે. ટુર્નામેન્ટ પહેલીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે. નીચે મુજબ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.ગ્રૂપ A ટીમોઃ ગુજરાત, બંગાળ, બરોડા અને હિમાચલ પ્રદેશ – અમદાવાદમાં રમશે.ગ્રૂપ B ટીમો: મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર - નડિયાદ અને આણંદ ખાતે રમશે.આ ઉપરાંત, બીસીસીઆઇના રાષ્ટ્રીય પસંદગીકારો પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચો પ્રત્યક્ષ નિહાળવા માટે હાજર રહેશે. સાથે સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા શ્રી વીવીએસ લક્ષ્મણ પણ હાજર રહે તેવી શક્યતા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!