• આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી રોહિત શર્મા નારાજ.
    સ્પોર્ટ્સ 19-4-2024 11:58 AM
    IPL 2024 પછી હવે T20 વર્લ્ડ કપ 2024 રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટની હાલ ખૂબ જ ચર્ચા થઇ રહી છે. એવામાં માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટ સાથેનો રોહિતે પોડકાસ્ટ ઘણી ચર્ચાઓ કરી છે.

    જેમાં રોહિતે આઈપીએલના એક ખાસ નિયમ પર પણ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. જેમાં તેમને કહ્યું હતું કે તે આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી નારાજ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ નિયમને કારશે દેશના ઓલરાઉન્ડરોનો વિકાસ અટકે છે અને તેમને ફટકો પડી રહ્યો છે.

    ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને આધારે ટીમો મેચ દરમિયાન ગમે ત્યારે એક ખેલાડીને બદલી શકે છે. આ કારણે પહેલી બેટિંગ કરનારી ટીમ મોટાભાગે એક એવા બેટરને ઈલેવનમાં સામેલ કરે છે, જેને આગળ જતાં અન્ય બોલરની સાથે રિપ્લેસ કરી દેવાય છે.

    રોહિતે કહ્યું કે, ક્રિકેટ 11 ખેલાડીઓ દ્વારા રમાય છે, 12 ખેલાડીઓથી નહીં! આ નિયમને કારણે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર સહિતના ઓલરાઉન્ડરોને તેમના કૌશલ્યને દર્શાવવાની તક મળતી નથી.

    શિવમ દુબેને ચેન્નઈની ટીમ માત્ર પાવરહિટર તરીકેની જ ભૂમિકા સોંપે છે. તે મીડિયમ પેસર છે, છતાં તેને બોલિંગ મળતી નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!