• પૈસાની પાઠશાળા : નાણાકીય આઝાદી
    આર્ટિકલ 2-8-2022 11:53 AM
    લેખક: કેતન આચાર્ય
    જ્યાં સુધી  આપણી  પાસે જોઈતા પૈસા ના હોય ત્યાં સુધી આપણા જીવનનિર્વાહ અને અન્ય જરૂરિયાતો જેવી કે આપણા બાળકોના ભણતર, તેમના લગ્ન, સ્થાવર મિલકત ખરીદવા માટે, અન્ય આકસ્મિક ખર્ચાઓ માટે અને આપણી નિવૃતિ પછીના જીવનનિર્વાહ માટે પૈસા ભેગા કરવા આપણે નોકરી કે ધંધો કરીએ છીએ. જો આપણી પાસે ઉપરોક્ત જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના જરૂરી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોય તો નોકરી કે ધંધો કરવો એ આપણી જરૂરિયાત નથી પણ પસંદગી છે આને આપણે નાણાકીય આઝાદી કહી શકીએ. નાણાકીય આઝાદી એટલે તમારે પૈસા માટે કામ નથી કરવાનું અને તમારા જીવનની તમામ જરૂરિયાતો માટે જ્યારે જરૂર પડે ત્યારે તમારી જોડે પૂરતા પૈસા હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ કરવું નાણાકીય આઝાદી મેળવવી શકય છે ?  હાં આ શકય છે અને તેને માટે તમારે નીચે જણાવ્યા પ્રમાણે આયોજન કરી તેના અમલ કરવાનો છે. 

    ૧.  સૌ પ્રથમ તમારે તમારા નાણાકીય ધ્યેયો  નક્કી કરવાનો છે. આ નાણાકીય ધ્યેયો  વ્યવહારિક અને નક્કી કરેલ સમયગાંળાંમાં પૂરા કરી શકાય તેવા હોવા જોઈએ તમારા બાળકના ઉચ્ચ ભણતર માટે મારે રૂ ૫૦ લાખ ૨૦૩૦માં જોઈશે, આ એક ચોક્કસ નાણાકીય ધ્યેય છે. આ નાણાકીય ધ્યેયો માટે ના જરૂરી રકમ માટેનો પોર્ટફોલિયો બનાવાનો  છે.    

    ૨. નાણાકીય આઝાદી મેળવવા માટે બને એટલા વહેલા આપણે આપણા દેવાઓમાંથી મુક્ત થવાનું છે. 

    ૩. તમારે તમારા ખર્ચાઑ કરવાની ટેવોમાં આમૂલ પરિવર્તન લાવું જરૂરી છે. બચત પહેલા અને ખર્ચો પછી આ નિયમ અમલમાં મૂકવો જરૂરી છે. તમારી જરૂરિયાતો અને ઈચ્છા ઑ પાછળ ના ખર્ચાઓ ઓછા કરી, વધુ બચત કરી તમે તમારી નાણાકીય આઝાદી જલદી થી મેળવી શકશો. તમારા ખર્ચાઓ અને બચતનું બજેટ બનાવી તેનું નિયમિત અવલોકન કરવું. 

    ૪. બચત અને રોકાણ એક નથી બચત તમને વ્યાજ આપે છે, જ્યારે રોકાણ તમને મૂડી વૃદ્ધિ આપે છે. બંને ના જોખમો પણ જુદા છે. બચત તમને મોંઘવારી ની સામે રક્ષણ આપી તમારી મૂડી સુરક્ષીત રાખે છે પણ તમારી મૂડી વૃદ્ધિ માં વધારો નથી કરતી. બચત ટુંકા સમય માં નાણાકીય ધ્યેયો પૂરા કરવા યોગ્ય છે પણ લાંબા સમયના ધ્યેયો માટે રોકાણ તમને મૂડી વૃદ્ધિ કરી નાણાકીય આઝાદી મેળવવા સહાયક થસે. લાંબા સમયના રોકાણથી તમે રોકાણના જોખમોને પણ ઓછા કરી  શકો છો. બચત એટલે દેવાં પેટે પૈસા આપવા અને રોકાણ એટલે માલિક તરીકે પૈસા આપવા. 

    ૫. તમારા નાણાકીય આઝાદીના પોર્ટફોલિયોમાં બચત અને રોકાણનું સમન્વય હોવું જરૂરી છે, એટલે કે તમારે રોકાણ અને બચત બંને કરવા જોઈએ તમારા પોર્ટફોલિયોમાં બૅન્કની એફડી, શેરો, ઇક્વિટિ મ્યુચુઅલ ફંડ, સોનું, સ્થાવર મિલકતનો સમાવેશ હોવો જરૂરી છે. એક જ પ્રકારની બચત અથવા રોકાણ હિતાવહ નથી. 

    ૬. ઉપરોક્ત આયોજન કરતાં પેહલા તમારી જોડે જરૂરી અને પૂરતો જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમો હોવો જરૂરી છે ના ધારેલા ખર્ચાની જરૂરિયાત માટે આકસ્મિક ફંડનું પણ આયોજન કરવું જરૂરી છે. 
    ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેનું આયોજન અને અમલ તમને નાણાકીય આઝાદી અપાવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!