• સેકન્ડ હેન્ડ એસયુવી કારની માંગમાં નોંધપાત્ર ઉછાળો.
    વ્યાપાર 19-4-2024 10:23 AM
    આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી ગ્રાહકોની વર્તણૂંક એટલે કે વ્યવહારમાં પરિવર્તન થતું જોવા મળ્યું છે. ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં સેકન્ડ હેન્ડ કાર તરફનું વલણ ૩૦% વધી ગયું છે, જેને પગલે નવી કારની માંગ ઓછી થઈ છે. સેકન્ડ હેન્ડ કાર્સની વધી રહેલી માંગને જોતા એ બાબત સ્પષ્ટ થાય છે કે ખરીદદારોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. અમદાવાદ, કોચી, જયપુર, સુરત, ભોપાલ, ઈન્દોર અને લખનઉ જેવા શહેરોમાં ગ્રાહકો માટે કાર એ પરિવહનનું માધ્યમ હોવા ઉપરાંત સ્ટાઈલ અને સ્ટેટ્સનું સિમ્બોલ પણ બની ગયું છે.

    આ રુઝાનોને પગલે પ્રીમિયમ ફિચર્સની સેકન્ડ હેન્ડ કાર્સના માર્કેટનો વ્યાપ ઝડપભેર વિસ્તરી રહ્યો છે અને ઓટોમોટીવ ક્ષેત્રમાં નવા નવા પરિવર્તન આવી રહ્યા છે.૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના દરેક ખૂણેથી સેકન્ડ હેન્ડ એસયુવી કારની માંગ વધી છે. ઓનલાઈન કાર લે-વેચ પ્લેટફોર્મ પર નોન-મેટ્રો માર્કેટ્સમાં એસયુવીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સર્વે મુજબ ઘણાબધા ગ્રાહકો ફરી વખત સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરવા ઈચ્છે છે. નોન-મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો આ ત્રિમાસિક ગાળામાં એસયુવીના વેચાણમાં ૪૦% જેટલો ઉછાળો આવ્યો છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીયર-૨ અને ટીયર-૩ના ગ્રાહકોનું વલણ મોટી તથા પ્રીમિયમ કાર્સ પ્રત્યે વધી રહ્યું છે.

    આજના સમયમાં લોનની મંજૂરી મેળવવી ખૂબ જ સરળ અને સુરક્ષિત બની ગયેલ છે, ગ્રાહકોને ફક્ત ૬ કલાકમાં જ કાર લોન માટે મંજૂરી મળી જાય છે, જેને પગલે ગ્રાહકો માટે કાર ખરીદવી ખૂબ જ સરળ બની ગઈ છે. આ સમય દરમિયાન ૨૦% લોન મહિલા ગ્રાહકોને આપવામાં આવી છે. આ ઉપરાંત, ત્રિમાસિક ગાળા દરમિયાન નોન-મેટ્રો શહેરોમાં ઓટોમેટીક કાર્સના વેચાણમાં પણ ૩૦%નો વધારો થયો છે, આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રાહકો ઉપયોગ કરવામાં સરળ હોય તેવા લક્ઝરી ફિચર્સ તરફ વળી રહ્યા છે.

    વર્તમાન સમયમાં ગ્રાહકો પોતાની કારમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા પ્રીમિયમ ફીચર્સ ઈચ્છે છે. દેશભરમાં સેકન્ડ હેન્ડ કારને લઈ ફાયનાન્સિગ એટલે કે ધિરાણનું ચલણ પણ ઝડપભેર વધી રહ્યું છે. ફાયનાન્સિંગને લગતી સરળ પદ્ધતિને પગલે છેલ્લા ૯૦ દિવસમાં રૂપિયા ૩૩૫ કરોડની કાર લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને લીધે ગ્રાહકો ખાસ કરીને પ્રથમ વખત કાર ખરીદનાર માટે વાહન ખરીદવું વધારે સરળ બની ગયું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!