• ‘સિંઘમ અગેઇન’ કન્ફર્મ, અજય -જેકી શ્રોફ વચ્ચે જામશે ટક્કર 

    મુખવાસ 2-12-2022 10:58 AM
    નિર્દેશક રોહિત શેટ્ટીની અજય દેવગન સ્ટારર કોપ ડ્રામા ફિલ્મ ‘સિંઘમ’ ચાહકોને એટલી પસંદ આવી છે કે અજય-રોહિતની જોડીને સિંઘમની ઓળખ મળી છે. બાદમાં તેની સિક્વલ ‘સિંઘમ રિટર્ન્સ’એ પણ બોક્સ ઓફિસ પર સફળતાના શિખરોસર કર્યાં હતા. રોહિત શેટ્ટી આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘સિંઘમ અગેન’ લઈને આવી રહ્યો છે. સિંઘમના ત્રીજા ભાગની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી હતી.  હવે તેની પુષ્ટિ થઈ છે. સિંઘમના ત્રીજા ભાગનું નામ સિંઘમ અગેઈન રાખવામાં આવી શકે છે.

    ‘સૂર્યવંશી’થી લઈને ‘સિમ્બા’ જેવી ફિલ્મોમાં વાહવાહી મેળવનાર રોહિત શેટ્ટી હવે ‘સિંઘમ’ સિરીઝનો ત્રીજો ભાગ સિંઘમ અગેન લાવી રહ્યો છે. કોપ યુનિવર્સની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે સિંઘમ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મનું નામ ‘સિંઘમ અગેન’ હશે. અગ્રણી ટેબ્લોઇડના અહેવાલ મુજબ, ‘સિંઘમ’નું શૂટિંગ ગોવામાં કરવામાં આવ્યું હતું. ‘સિંઘમ રિટર્ન્સ’નું શૂટિંગ મુંબઈમાં થયું હતું. તે જ સમયે, રોહિત શેટ્ટી તેના ત્રીજા ભાગને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.

    રિપોર્ટ અનુસાર ‘સિંઘમ અગેન’ની સ્ટોરી પણ આતંકવાદ પર આધારિત હશે. આ ફિલ્મમાં હીરો આતંકવાદી સંગઠનોને પકડવા પાકિસ્તાન પહોંચશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની પુષ્ટિ કરી છે અને ટ્વીટ કર્યું છે કે ‘સિંઘમ અગેન’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

    ‘સિંઘમ અગેઇન’ની વાર્તા ત્યાંથી શરૂ થશે જ્યાં ‘સૂર્યવંશી’ની વાર્તા પૂરી થઈ હતી. ‘સિંઘમ અગેઇન’માં અજય દેવગન અને જેકી શ્રોફ વચ્ચે રોયલ બેટલ જોવા મળશે. વેબ પોર્ટલ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ભારતને નકશામાંથી હટાવવા પેરવી કરી રહેલા આતંકવાદી સંગઠનોના વડાને શોધવા એક પોલીસ જવાન પાકિસ્તાન અને કાશ્મીરમાં પહોંચે છે. એવું કહેવામાં આવ્યું છે કે રોહિત શેટ્ટી આગામી દિવસોમાં ‘સિંઘમ અગેઇન’ની જાહેરાત કરી શકે છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!