• વિશેષ : “મારાં પતિ પાસે મારાં માટે સમય નથી”
     સમય એવી વસ્તુ છે જે કોઈને આપીએ તો વહેંચાય છે અથવા તો ખર્ચાય છે. આપણાં સમાજમાં મોટેભાગે ઘર ગૃહસ્થી સંભાળતી ગૃહિણીઓને હંમેશા એક ફરિયાદ રહે છે “મારો પતિ મને સમય નથી આપતો” અથવા “મારાં પતિ પાસે મારાં માટે સમય નથી!” મહત્વની વાત; સમય પતિ પાસે નથી અથવા તો તે આપી શકતા નથી તેવો અનુભવ તમને ત્યારે જ થઈ શકે, જ્યારે તમારી પાસે ફ્રી અથવા કહીએ તો નકામો ખાલી સમય હશે, પરંતુ જો તમે જ વ્યસ્ત હશો તો? તમારી પોતાની પાસે જે સમય છે, તે જ ખાલી નહીં હોય તો તમને આવો અનુભવ થશે ખરાં? પતિ પાસે સમય નથી, તો તમે તમારી પાસે જે સમય છે તેને વ્યસ્ત બનાવો. જરૂરી નથી ઘરનાં જ કામકાજમાં વ્યસ્ત રહો. નાં... નાં...  ઓટલા પ્રથામા તો જરા પણ ફસાવાની વાત જ નથી. જો ઓટલા પ્રથામા એકવાર ફસાઈ ગયાં, તો સમજી લો તમે તમારો સમય નથી વહેંચતાં કે નથી ખર્ચતાં, પરંતુ બરબાદ કરો છો. તેનાં બદલે તમે કોઈ સારાં પુસ્તકોનું વાંચન કરી શકો છો, કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. તમારો સમય એવી જગ્યાએ વાળો કે તમારો વિકાસ થાય. કંઈક નવું જાણવા કે શીખવા મળે. તમારી ભીતર કંઈક આવડત હોય તો તેને બહાર લાવો. તેમાં કોઈ અવરોધ આવતાં હોય, તો તે અવરોધોને દૂર કરી આગળ વધો. 

    બધી જ વ્યક્તિની ભીતર કોઈને કોઈ કળા હોય જ છે, બસ જરૂરત છે તેને ઓળખવાની! શાંત ચિત્તે એકવાર આત્મમંથન કરો અને જુઓ તમને શું ગમે છે? શેમાં રુચિ છે? તમારી જે કુશળતા હોય તે ઓળખો અને તેમાં આગળ વધો. લખવું, ચિત્રો દોરવા, સ્કૅચિંગ, ગાવું, નૃત્ય, બ્યૂટીપાર્લર ,યોગા, કુકિંગ, ટ્યુશન, મહેંદી વગેરે જેવાં ક્લાસીસ, નર્સરી કે પ્લે હાઉસ, જે ભાષામાં ઉત્તીર્ણ હોય તેનું જ્ઞાન આપવું, સ્પીચ આપવી, મોટિવેશનલ સ્પીકર બનવું અને આવું તો કંઈ કેટલુંય છે અને હવે તો આ બધું સોશિયલ મીડિયાએ ખૂબ જ સરળ કરી દીધું છે. પહેલાંનો સમય હોત તો વાત અલગ હતી. youtube પર તમે આ બધી વસ્તુના ઓનલાઈન વિડીયો શેર કરી શકો છો અને તેમાં પણ આગળ વધતાં બ્યૂટી પ્રોડક્ટ વિશે માહિતી આપી શકો છો. મેકઅપ જે દરેક સ્ત્રીઓ માટે મનપસંદ છે તે શીખવી શકો છો. નૈસર્ગિક ઉપચાર વિશે માહિતી, કોઈ સ્થળની મુલાકાત લઈ તેનું વર્ણન, કોઈ પુસ્તક, મૂવી કે કોઈ પ્રોડક્ટ્સ, ગૅઝેટ્સનું કે કોઈ હોટેલ કે રેસ્ટોરાંની મુલાકાત લઈ તેનાં રિવ્યૂ આપી આ બધાનાં વીડિયો બનાવી તમે youtube પર શેર કરી લાખો રૂપિયા કમાઈ શકો છો. આવી અનેક રીતે તમે તમારાં સમયને વ્યસ્ત બનાવી શકો છો. એ માટે જરૂરી છે ફક્ત એક સારો મોબાઇલ અને ડેટા પેક. જે હાલ બધાં જ પાસે ઉપલબ્ધ રહે છે.  કોઈને કોઈ ક્લાસીસ ચલાવી ઑનલાઇન અને ઑફલાઇન કમાણી પણ કરી શકો છો. આવી રીતે આગળ વધવાથી તમારો મગજ આપોઆપ કાર્યરત થશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમે તમારી પોતાની એક ઓળખ ઊભી કરી શકશો. માન મેળવી શકશો‌, પૈસા પણ ઘરે બેઠાં કમાઈ શકશો. પછી જો તમારી પાસે જ સમય નહીં હોય; તો તમને એવો અનુભવ પણ નહીં જ થાય કે કોઈ વ્યક્તિ પાસે તમારાં માટે સમય નથી, કારણ કે તમારી ખુદ પાસે ફાલતુ બરબાદ કરવા માટે જ સમય નહીં હોય, તો ફરિયાદ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી ઉદ્ભવશે! 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!