• વિશેષ : “સૌથી મોટાં વૈજ્ઞાનિક કોણ?”
    કોણે વિચાર્યું હતું, કે માત્ર ઝાડ પરથી એક ફળ નીચે પડવાની ક્રિયા પરથી સર આઈઝેક ન્યૂટનના મનમા કોઈ પ્રશ્ન ઉદ્ભવશે અને એ પ્રશ્નનુ નિરાકરણ લાવતા લાવતા ગુરુત્વાકર્ષણના નિયમની દુનિયાને જાણ થશે! માઈલો દૂર રહેલાં પરિવાર કે સગાં સંબંધીઓ સાથે ગ્રેહામ બેલની ફોનની શોધ દ્વારા ઘરે બેઠા આરામથી વાતો કરી શકાશે, અને સમય જતા વીડિયો કૉલ દ્વારા રૂબરૂ મળ્યા જેવી જ અનુભૂતિ થશે! માત્ર થોડા જ કલાકોમા અનેક કિલોમીટરનુ અંતર કાપી રાઈટ બ્રધર્સ વિમાનની શોધ દ્વારા, તો ઈગોર સિકોસ્કી હેલિકોપ્ટરની શોધ દ્વારા આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડી દેશે અને જેમનાં માટે આ મુસાફરીનો ખર્ચો પરવડી શકે તેમ ના હોય, તેમને જ્યોર્જ સ્ટિફન્સની રેલ્વે એન્જિનની શોધ ખૂબ જ સસ્તા ભાવમા અને આરામદાયક મુસાફરી કરાવશે! આવી તો કેટલીયે શોધ થઈ છે, જે માટે વૈજ્ઞાનિકોનો આપણે જીવનભર આભાર માનીએ એટલો ઓછો જ છે.

    પરંતુ મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે! આ બધી જ શોધ કરનાર વૈજ્ઞાનિકોમાંથી સૌથી મોટાં વૈજ્ઞાનિક કોણ? બ્રહ્મગુપ્ત, કે જેમણે આપણને શૂન્ય અંકનુ અસ્તિત્વ બતાવ્યુ, કે પછી નાસા, જેમનાં દ્વારા આપણે મંગળ સુધીની સફર કરી શકીશુ? જી. માર્કોની, કે જેમણે રેડિયો દ્વારા આપણને મનોરંજન પૂરું પાડ્યુ, કે પછી જહોન લૂઈસ બૈર્ડ, જેમણે ટેલિવિઝન દ્વારા દરેક દ્રશ્યો ઘરે બેઠા નજરે નિહાળી શકવાની સુવિધા પૂરી પાડી? જે.બી. પ્રિસ્ટલ, કે જેમણે આપણને શ્વાસમાં અંદર લેતા ઓક્સિજન વાયુની જાણકારી આપી, કે પછી જોસેફ બ્લેક, કે જેમણે આપણને શ્વાસમા બહાર છોડતા કાર્બન ડાયોક્સાઇડ વાયુની જાણકારી આપી! જોસેફ નિલેફોર નિપ્સ, કે જેમણે સુંદર પળોને કેમેરામા કેદ કરવાની સવલત આપી, કે પછી બ્રિગ્યુએટ, જેમણે સમય સાથે ચાલવા માટે કાંડા ઘડિયાળની ભેટ આપી! જહોન વોકર, કે જેમણે દીવાસળીની શોધ દ્વારા દુનિયાને નવો પ્રકાશપુંજ આપ્યો, કે પછી ગેલિલિયો, જેમણે થરમૉમીટરની શોધ કરી!

    જ્યારે દુનિયાભરથી ફરીને નજર પાછી વળે, ત્યારે ફક્ત તે આપણાં શરીર પર આવીને અટકે છે અને ત્યારે જ હકીકત સમજાય છે, કે દુનિયાનાં સૌથી મોટાં વૈજ્ઞાનિક કોણ છે! જેમણે લાખો જીવોની ઉત્પત્તિ કરી, તેમની જરૂરિયાત પ્રમાણે તેમને શરીરનાં આકાર અને અંગો આપ્યાં. તેમાં પણ તેમની સૌથી અદ્ભુત શોધ એટલે માનવ! ક્યારેય વિચાર્યું છે, કે આપણી બે આંખો વચ્ચે જ નાક કેમ છે? નાકની નીચે જ હોઠ કેમ છે? તેની અંદર વળી દાંતનું રક્ષાકવચ અને એ રક્ષા કવચની અંદર ખૂબ જ કોમળ જીભ! કાન શા માટે બે અને એ પણ બાજુ પર કેમ છે? હાથ શા માટે કોણીથી જ વળે છે? કોણીની જેમ ખભાથી કેમ નહીં? શા માટે પગન પંજા લાંબા છે અને એ પણ શરીરનાં કદ પ્રમાણે નાના મોટા અને આ બધાં ઉપર ચામડીનું મોટું કવર! વળી ઠાંચાને ઊભો રાખવા માટે અંદર હાડકાંનો પાયો રોપ્યો! આ બધું એમને એમ તો ચાલે નહીં એ માટે તેમાં ફેફસા, શ્વાસનળી અન્નનળી, હૃદય, મગજ, જઠર, સ્વાદુપિંડ, નાનાં મોટાં આંતરડા, જેવાં વિવિધ યંત્રો મૂક્યાં, વળી યંત્રને ચલાવવાં માટે ઈંધણ રૂપે લોહી પૂર્યું! શું આ કારીગરી કોઈ સમજી શકે ખરાં? ખરેખર જોવાં જઈએ તો આ જ સૌથી મોટી શોધ છે. વૈજ્ઞાનિકો કૃત્રિમ હૃદય સાથે કૃત્રિમ અંગો પણ બનાવી શક્યાં, પરંતુ શું લોહી કોઈ બનાવી શકે છે ખરાં? આ બાબતમાં દુનિયાનાં સૌથી મોટાં વૈજ્ઞાનિક ઈશ્વરે પોતાની મૉનોપોલી રાખી છે‌, જે હજું સુધી કોઈ ભેદી શક્યું નથી. કદાચ નજીકનાં ભવિષ્યમાં આ મૉનોપોલી કોઈ વૈજ્ઞાનિક ભેદી શકશે કે કેમ એ તો સમય જ કહી શકે!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!