• વિશેષ :  ઝરૂખે દીપ ઝળહળે
    આર્ટિકલ 7-10-2022 11:40 AM
    લેખક: રીટા મેકવાન
    મંછીના એક વરસની જેલ પછી  આજે અદાલતમાં એના કેસની સુનાવણી હતી. અદાલત ૧૦ વાગ્યા સુધીમાં ગામડિયા માણસોથી ભરાઈ ગઈ. આજે કેસનો ચુકાદો હતો. જજ સાહેબ આવ્યા એટલે અદાલતની કાર્યવાહી શરુ થઇ. કઠેડામાં ઉભેલી મંછી.. ગામડિયણ, અભણ અને ગરીબ. એને વળી કેસ શું અને વકીલ શું ? ક્યાંથી ખબર હોય? સરકારી વકીલ મંછીની તરફેણમાં હતા. ગીતા પર હાથ મૂકી સાચું કહેવા જણાવ્યું .

    મંછી બોલી  “ સાબ… મું અભણ આ બધું ની જાણતી પણ જે બોલું ઈ હાવ હાચેહાચું જ બોલું. જો ખોટું બોલું તો મને મેલડી મા ના હમ......” બોલી ને મંછીએ એક વરસ પહેલાની વાત શરુ કરી. અદાલતમાં બધા એક ધ્યાન થઇ ગયા.

    “ સાબ ગ્યા વરહે દિવાળીના દી ની વાત છે. મારા બાપુ લાંબે ગામતરે ગ્યા પછી મું એ મા ને અને મારી નાનકીને હાચવી લીધા. સાબ મું ગરીબ ઘરની છોડી, તેમાંય મારા વરે તજી દીધી, પિયર પાછી ફરેલી. મું ને રૂપ તો ભગવાને ખોબલે ભર દીધુતું .તંગ પોલકું, ઘાઘરો ને ઘાટડી માથે નાખી દડીએ જાવા નીકળતી તો ગામના જવાનીયા, મારા પીટ્યા આંખ્યું ફાડી જોઈ રેતા, પણ કોઈની મજાલ ની કે મું ને આંતરે. પણ સાબ થોડા દી’ થી મારું મન, મારી હારે કામ કરતા કરસન હારે લાગી ગ્યું તુ. એક દી મું એ મારી મા ને આ વાત કીધી.      

    મારી માની મના છતાં મું કરસન હારે બીજું ઘર માંડવા હાલી નીકળી. બે દી` પછી દિવાળી હતી. કરસન શે`ર માં જવા વે`લો નીકળી ગીયો. “ નવા વરહે તારી હાટુ  લૂગડાં લેતો આવું “ કહી વા`લ કરતો ગીયો. અંધારું થયું કે મુઓ મુખી આયવો ને જોડાજોડ બેહી ગયો. પછી મુને પકડી મું એ હતું એટલું જોર કરી ઈ ને ધક્કો દીધો..ને કમાડ તરફ દોડી . મારા પગમાં દાતરડું ભેરવાયું.. ને મી એ ઉપાડી લીધું . મુખીની હામે દાતરડું ધરીને કીધું , “ મુખી છેટો રે`જે. નહી તો આજ દાતરડાથી આ મંછી તું ને વાઢી નાખહે . તો ય મુખી મું ને પકડવા આઇવો .સા`બ… મુ એ મારું શિયળ બચાવવા દાતરડાથી ઈ નું ગળું વાઢી નાયખું . પછી એ જ લોહી નીગળતું દાતરડું લઇ પોલીસ પાહે આવીને હંધું ય કઈ દીધું. સા`બ “ ને પછી મંછી શાંત થઇ ગઈ.       

    જજે ચુકાદો આપ્યો કે મંછીએ પોતાની ઈજ્જત બચાવવા જતા એક પાપીનો નાશ કર્યો છે. તે કઈ ખોટું નથી. અને બીજું એણે જાતે ગુનો કબુલ કરી લીધો છે. અને એક વરસની જેલ પણ ભોગવી છે. તો આજે આ અદાલત મંછીને બા`ઈજ્જત બરી કરે છે. મને ફેસલો સુણાવતા ખુશી છે કે આજે એક સચ્ચાઈ નો દીવડો ઝરુખે પ્રકાશિત થઇ રહ્યો છે. કોર્ટની બહાર નીકળતા કરસન અને મંછી જજને પગે પડ્યા. જજે કહ્યું , ‘ મંછી આ દુનિયા તને ગુનેગાર માનીને હવે જીવવા નહિ દે. જો તમે ઈચ્છો તો મારે ત્યાં આવી મારી પત્નીને ઘરકામમાં મદદ કરજે. અને કરસન તું બાગકામ કરજે અને હા.. હવે તારી મા તો છે નહિ તો નાનકીને પણ લેતી આવજે. બંગલાના કમ્પાઉન્ડમાં એક ખોલી છે ત્યાં તમે બધા રહેજો. મંછી ચોધાર આંસુએ રડી પડી. આજે એક વરસ પછી દિવાળીના દિવસે એક અંધકારનો લીસોટો દુર થઇ ખુશીનો દીપ ઝરૂખે ઝળહળી ઊઠ્યો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!