• પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
    ગુજરાત 26-7-2022 08:04 AM
    • 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 6 પીએસઆઈ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે
    સોમનાથ

    પવિત્ર શ્રાવણ માસનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર મહિના દરમિયાન સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાય છે. જેને લઈને એક મહિના સુધી મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા આ સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 2 પી.આઈ.
    પી.એસ.આઈ. 6, પોલીસ 100 તથા સોમનાથ ટ્રસ્ટ સીકયોરીટી ફોર્સ, ઉપરાંત 1 બી.ડી.એસ., સ્કવોડ, ડોગ સ્કવોડ -2 જી.આર.ડી. 90 જેમાં 46 જી.આર.ડી, 44 મહિલા પોલીસ તેમજ એસ.આર.પી.ની. એક કંપની સહિત કુલ 270 સ્ટાફ ખડેપગે રહેશે.

    53 સી.સી.ટી.વી. બાજ નજર રાખશે મંદિર દર્શનાર્થે પ્રવેશતા તમામ દર્શનાર્થીઓનું બે સ્તરીય ચેકીંગ કરાશે જેમાં પવિત્ર શ્રાવણ માસને જોતા એક વધારાની ચેકીંગ હરોળ ઉભી કરાઈ છે.સોમનાથ મંદિર નાયબ પોલીસ અધિક્ષક મહોબતસિંહ પરમાર વિશેષમાં જણાવે છે કે 20 જેટલા હેન્ડ મેટલ ડીટેકટ સતત કાર્યરત રહેશે અને 8 જેટલા ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ઉપરાંત વોકીટાકેસેટ 20 દુરબીન 10થી બાજ નજર ઉપરાંત ઘોડેસ્વાર પોલિસ પણ પેટ્રોલીંગ કરશે પ્રભાસ પાટણ પોલીસે પણ ખાસ અલગ બંદોબસ્ત પ્લાન બનાવી કાર્યરત કરવા સજજ છે.પોલીસ ઈન્સપેકટર એસ.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ 6 પી.એસ.આઈ. પોલીસ 108, હોમગાર્ડ ટીઆરબી, જીઆરડી 60, વોકીટોકી 12 રસ્સા 2 ફાળવાયા છે.

    સોમનાથ હમીરજી સર્કલ પોલીસ કેબીન ખાતે ખાસ શ્રાવણ માસ માટે પ્રભાસપાટણ પોલીસ- પોલીસ સહાયતા કેન્દ્ર ખુલ્લું રાખશે જેમાં મોબાઈલ ચોરી, બાળકો ગુમ થવા, પર્સ ચોરી જેવા બનાવો પ્રત્યે તુરત ધ્યાન આપવામાં આવશે.શ્રાવણ માસ પુરતું રસ્તાની બંને બાજુ વાહન પાર્ક ન કરવા જાહેરનામું બહાર પાડેલ છે. ઉપરાંત નો-પાર્કિંગ વાહનો ઈન અને આઉટ માટેના અલગ રસ્તાઓનો અમલ કરાવશે. એસ.પી.ના નિરીક્ષણ સમયે સોમનાથ મંદિર નાયબ પોલીસ અધિક્ષક મહોબતસિંહ પરમાર, પોલીસ ઈન્સ. ગોસાઈ, પોલીસ ઈન્સ. હિગરાજીયા, એલ.સી.બી. એસ.ઓ.જી.પી.આઈ. સ્ટાફ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!