• કપલે IPL ની થીમ પર બન્યું લગ્ન નું અનોખું ઇન્વિટેશન કાર્ડ બનાવતા થયું વાયરલ.
    સ્પોર્ટ્સ 19-4-2024 12:07 PM
    તમિલનાડુના આવા જ એક કપલે તેમના લગ્નનું અનોખુ કાર્ડ છપાવ્યું છે જો જોઈને લોકો તેમના આઈડિયાના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે ફેન્સ તેમની ગમતી પાર્ટીને સપોર્ટ કરવા માટે કોઈ ટી-શર્ટ ખરીદે છે તો કોઈ ગાડી કે ઘર પર તેમની ફેવરિટ ટીમનું ચિત્ર પડાવે છે. ત્યારે આ કપલે જે કર્યું જુઓ અહીં.

    લગ્ન એક ખાસ પ્રસંગ છે અને કેટલાક લોકો તેને ઉજવવા માટે કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરે છે. તમિલનાડુના આવા જ એક કપલે તેમના લગ્નનું અનોખુ કાર્ડ છપાવ્યું છે જો જોઈને લોકો તેમના આઈડિયાના વખાણ કરી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે હાલ IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે ફેન્સ તેમની ગમતી પાર્ટીને સપોર્ટ કરવા માટે કોઈ ટી-શર્ટ ખરીદે છે, તો કોઈ ગાડી કે ઘર પર તેમની ફેવરિટ ટીમનું ચિત્ર પડાવે છે. ત્યારે તમિલના આ કપલે તેમની ગમતી ટીમના સપોર્ટ માટે કોઈ ચિત્ર નહી પણ IPLની ટિકિટ જ લગ્નનું કાર્ડ બનાવી દીધી.

    કપલે લગ્નના આમંત્રણ કાર્ડ પર IPLનો ટ્વિસ્ટ આપ્યો છે અને હવે લગ્નનું આ અનોખું આમંત્રણ કાર્ડ વાયરલ થયું છે અને તેમાં CSK લોગોની અંદર વર અને કન્યાનું નામ દર્શાવવામાં આવ્યું છે. આમંત્રણ IPL ટિકિટના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. વપરાયેલી ભાષા ક્રિકેટ મેચોથી પણ પ્રેરિત છે જેમાં “મેચ પ્રિવ્યુ” અને “મેચ પ્રિડિક્શન” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ પોસ્ટમાં નવદંપતીઓ તેમના ફોટોગ્રાફ્સ દર્શાવતા ટ્રોફી જેવા કટ-આઉટ પોસ્ટર સાથે પોઝ આપતાં પણ દેખાઈ રહ્યા છે. યુઝર્સે કપલને અભિનંદન પાઠવ્યા છે અને સફળ જીવનની શુભેચ્છા પણ પાઠવી છે. એક યુઝરે ટિપ્પણી કરી, “સુંદર ભાગીદારી અને આવનારી ઇનિંગ્સ માટે શુભકામનાઓ.” બીજાએ કહ્યું: “આમંત્રણની ડાબી બાજુએ તે 5 સ્ટાર.”

    આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 22 માર્ચે શરૂ થઈ હતી અને 26 મે સુધી ચાલશે. T20 ટૂર્નામેન્ટની 17મી આવૃત્તિ ભારતના 13 શહેરોમાં યોજાઈ રહી છે, જેમાં 10 ટીમો 74 મેચોમાં ભાગ લઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે છેલ્લી સિઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઇટલ જીત્યું હતું, અને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી તરીકે મુંબઇ ઇન્ડિયન્સ સાથે ટાઇટલ શેર કર્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!