• THE HUNCHBACK OF NORTE -DAME (1831) : ફ્રેન્ચ સાહિત્યકાર વિકટર હયુગોનો મહાકાવ્ય મંચ - વિશ્વની આ જ નામ અને પાત્રો ધરાવતી 15 ફિલ્મોની એક જ કેપ્સ્યુલ)
    આર્ટિકલ 27-9-2022 10:14 AM
    લેખક: આર. એન. જોશી
    આ નવલકથામાં બે મહત્ત્વના મુદ્દા છે જેનો પ્રભાવ ફ્રેન્ચ જનજીવન પર છેલ્લા 190 વર્ષથી છે. આ મહાગાથા માત્ર નોત્રદાનના કેથેડ્રલ પુરતી મર્યાદિત નથી પણ સમગ્ર સ્થાપત્યકળા જે યુરોપમાં Gothic architecture તરીકે ઓળખાય છે તે કેન્દ્રમાં છે.

    યુરોપ અને ઈન્ગ્લેન્ડમાં ગોથિક શિલ્પકલા પંદરમી સદી સુધી ખૂબ પ્રચલિત રહી અને પ્રિન્ટીન્ગની શોધ (1410) પહેલા ગોથિક શિલ્પકલા એટલે ગીત ગાયા પત્થરોને ! તમે પત્થરને વાંચી શકો એવી આ કલા હતી અને આજે પણ કોણાર્કનું સૂર્યમંદિર કે ખજૂરાહોની શિલ્પ કળા સમજાવતો ગાઈડ ત્રણ કલાકથી ત્રણ દિવસનો સમય લઈ શકે છે, જો તમારે પત્થરો વાંચવા હોય તો!

    હંચબેક ઓફ નોર્ત્રદામાં હ્યુગોએ પંદરમી સદીના રાજા લુઈના પેરિસનો શાસનકાળથી શરૂ કરી પેરિસની શેરીઓની ખુલ્લી ગટરોમાં રમતા ઉંદરડાઓ સુધી સુદિર્ઘ વર્ણન કર્યું છે. આ નવલકથા ઉપરથી 1905માં પહેલી સાઈલેન્ટ ફિલ્મ બની ત્યારથી 1999માં પંદરમી ફિલ્મ બની ત્યાં સુધી આખી વીસમી સદીમાં ટોલ્સટોયની WAR AND PEACE અને વિકટર હ્યુગોની THE HUNCHBACK OF NORTE -DAMEની લોકપ્રિયતા એકસરખી રહી છે. તમને નવાઈ લાગશે કે ડેમી મૂર અને જીના લોલો બ્રીગેડા એસ્મેરાલ્ડા તરીકે અને ટોમ હેલ્સ અને એન્થોની કવીન જેવા ખમતીધર કલાકારો પણ ખૂન્ધા હીરો (HUNCHBACK) કવાસીમોડોની ભૂમિકા ભજવી ચૂક્યા છે ! 100થી વધુ મંચ અભિનય,100થી વધુ બેલે અને ટેલિવિઝન શો અને 50થી વધુ રેડિયો કાર્યક્રમો  આ નવલકથા સંદર્ભે વિશ્વમાં થયા છે અને વિશ્વમાં દરરોજ કોઈને કોઈ ચેનલ કે રેડિયો પર આ વાર્તા પ્રસિદ્ધ થાય છે.

    2019માં કેથેડ્રલમાં આગ લાગ્યા પછી નોર્ત્રદા કેથેડ્રલ રીપેરીંગમાં છે અને લગભગ 2024માં ખૂલનાર છે પણ 2019થી 2021 સુધી એમેઝોન પર નંબર 1 પર આ નવલકથા વેચાણનો વિક્રમ ધરાવે છે ! 1000 પાનાના આ દળદાર ગ્રંથને વાંચીને માણવો એ જ શ્રેષ્ઠ છે પણ અતિ ટૂંકામાં વાર્તા સમજીએ તો મુખ્ય બે પાત્રો છે.  એસ્મેરાલ્ડા 16 વર્ષની શેરી નૃત્યાંગના છે જે રોમાની છે અને પેરિસનો આખો ઉમરાવ વર્ગ તેને પામવા ઇચ્છે છે,પણ મોટામાં મોટો વ્યભિચારી કેથેડ્રલનો પાદરી છે પણ એસ્મેરાલ્ડા પ્રેમ કરે છે કેપ્ટન ફોર્બસને, જે હકિકતમાં તેને રમકડું સમજે છે.

    બીજું પાત્ર કવાસીમોડો નામનો 19 વર્ષનો  પીઠ પર ખૂંધ ધરાવતો કેથેડ્રલનો ઘંટારવ કરતો છોકરો છે જેના માટે તેનું વિશ્વ કેથેડ્રલ અને પાદરી ફ્રોલોની સેવા છે. વર્ષમાં તે એક વાર 6 જાન્યુઆરીએ Festival of Fools યોજાય તે જોવા જાય છે અને લોકો પણ તેની ખૂંધને મનોરંજન માને છે! એસ્મેરાલ્ડાની સભ્ય વર્તણૂક ઉમરાવ સમાજ સ્વીકારી શકતો નથી અને કોઈ ક કારણસર એક ખૂધો એની ભલી લાગણી દર્શાવે તે ગમતું નથી,આથી રાજા લૂઈ પ્રથમ સમક્ષ ઉમરાવો એસ્મેરાલ્ડાને વિલન ચિતરી ફાંસીની સજા અપાવે છે છતાં Life is wonderful બોલી એસ્મેરાલ્ડા ફાંસી ખાઈ લે છે અને પછી તેનો મૃતદેહ આવા ગુનેગારોના શબ ધરાવતા મેદાનમાં ફેંકી દેવામાં આવે છે ! એ રાત્રે કવાસીમોડો છેલ્લી વાર ઘંટ વગાડી અદ્ગષ્ય થઈ જાય છે અને કદિ દેખાતો નથી ! ઘણા વર્ષો બાદ પુરાતત્વ વિભાગના અધિકારીઓ શબોવાળા મેદાનના સર્વે માટે આવે છે ત્યારે તેઓ બે વીટળાયેલી લાશો જુએ છે ને છૂટી પાડવા પ્રયત્ન કરે છે પણ છૂટી પડતી નથી. મર્દાઘર વાળો કેથેડ્રલના કવાસોમાડોની સડી ગયેલી લાશ ખૂન્ધના કારણે ઓળખી લે છે અને બીજી લાશ એસ્મેરાલ્ડાની છે તે પણ ખબર પડે છે ! 

    પુરાતત્વ વિભાગ સાબિત કરે છે કે એસ્મેરાલ્ડાની લાશ પાસે કવાસીમાડો આવીને ભેટીને સુઈ ગયો અને છેવટે ભૂખ અને તરસથી તડપી છેવટે મરી ગયો ! (આજના ફોરેન્સિક સાયન્સ જેવું સંશોધન)

    આ નવલકથા અને તેના પરથી ઉતરેલી ફિલ્મો કે કૃતિઓ એક સંદેશ આપે છે કે વ્યક્તિ ની સુંદરતાથી તમે એને ન માપો! વિકલાંગ કવાસીમાડોનું હૃદય શુદ્ધ છે અને તેને પણ પ્રેમ કરવાનો અધિકાર છે ! દિવ્યાંગોનુ મૌન પણ અભિષાપિત છે આથી તેઓને સમજો અને આવકારો ! આમ વિશ્વ ઋષિ વિકટર હયૂગોએ એક સાંસ્કૃતિક ચેતનાને જન્મ આપ્યો જેવી રીતે ટોલ્સટોયે War and Placeમાં યુદ્ધની નિરર્થકતા સમજાવી અને અમેરિકન દાર્શનિક થોરોએ WALDEN (POND) દ્વારા સ્વશાન્તિ કેવી રીતે મળે તે સમજાવ્યું ! ખરેખર પ્રસિદ્ધ  અંગ્રેજી શબ્દકોશ લખનાર ડોક્ટર જ્હોન્સન ના શબ્દોમાં “Literature is the comprehensive essence of an intellectual life of a nation’’
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!