• કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી તથા સત્યનો હંમેશાં વિજય થાય છે : જિગીશ શાહ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:52 AM
    • સેવી ગ્રૂપ શપથ, કેન્સવિલ ગોલ્ફ અૅન્ડ કન્ટ્રી ક્લબ, સેવી સ્વરાજ ટાઉનશિપ જેવા જાણીતા પ્રોજેકટ ધરાવે છે
    • બિઝનેસ, સ્પોર્ટસ અને સામાજિક પ્રવૃત્તિઓની સાથે હું ધર્મ અને સ્પિરીચ્યુઆલિટીમાં પણ બહુ માનું છું 
    અમદાવાદ

    કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી તથા સત્યનો હંમેશાં વિજય થાય છે મારા જીવનના આ બે મંત્રો છે એવું જિગીશ શાહે જણાવ્યું હતું. 

    સેવી ગ્રૂપના મેનેજિંગ ડિરેકટર જિગીશ શાહે ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અમદાવાદની કિકા ભટ્ટની પોળમાં ધાર્મિક જૈન પરિવારમાં થયો હતો. મારા પિતા મહેશભાઈ શાહ મે. જગજીવનદાસ રાજારામ નામથી કાપડનો બિઝનેસ કરતા હતા. મારા માતા વીરબાળાબહેન ગૃહિણી હતા. મેં સ્વસ્તિક શિશુવિહાર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બદલાતા સમયને પારખીને મેં એલ.ડી. એન્જિનીયરીંગ કાૅલેજમાં સિવિલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કર્યો હતો અને વર્ષ 1990માં ફાઈનલ પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોયા વગર ઇસરોના કન્સ્ટ્રકશન પ્રોજેટકમાં મહિને રૂ.300ના પગારથી જોડાયો હતો અને આઠ મહિના કામ કર્યું હતું. ત્યારબાદ જાણીતી રીયલ એસ્ટેટ કંપનીમાં બે વર્ષ જોબ કરી હતી અને પછી વર્ષ 1992માં ધંધો શરૂ કરવાની નેમ સાથે પગાર લેવાનો બંધ કર્યો પરંતુ જવાબદારી ચાલુ રાખી હતી. કાૅલેજના એક ક્લાસમાં સાથે ભણતા બે મિત્રો સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. 

    તેમણે જણાવ્યું કે સેવી ગ્રૂપથી ઓળખાતી રીયલ એસ્ટેટ કંપની શપથ, કેન્સવિલ ગોલ્ફ અૅન્ડ કન્ટ્રી ક્લબ, સેવી સ્વરાજ ટાઉનશિપ જેવા જાણીતા પ્રોજેક્ટ ધરાવે છે. ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં બે નવા પ્રોજેક્ટ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ શરૂ થવાના છે. ગ્રાહકનો સંતોષ એ જ અમારી કંપનીની સફળતા છે. ઔદ્યોગિક વિકાસની સાથે રીયલ એસ્ટેટમાં આવતા પાંચ વર્ષ તેજીનો સારો અવકાશ છે.  

    બિઝનેસની સાથે તન,મન અને ધનથી હું સામાજિક કાર્યોમાં યોગદાન આપું છું. મને પહેલેથી સ્પોર્ટસનો ઘણો શોખ છે અને હું ગોલ્ફ, ક્રિકેટ, સ્કવોશ, બેડમિંગ્ટન રમતો આવ્યો છું. હું સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનો પાર્ટનર છું. મેં બીજી સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે મળીને સ્કૂલ સ્પોર્ટસ ફેડરેશનની સ્થાપના કરી છે. હું માનું છું કે જીવનના ઘડતર માટેના બધા મૂલ્યો સ્પોર્ટસ શિખવાડે છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) અમદાવાદ ચેપ્ટરના ચેરમૅન તરીકેની ટર્મ સપ્ટેમ્બર 2020માં પૂર્ણ કરી હતી. JITOમાં પહેલા અમદાવાદ ચેપ્ટર અને ત્યારબાદ સમગ્ર ભારતમાં JITO GAMESની શરૂઆત કરી હતી. શહેરની જાણીતી રાજપથ ક્લબમાં 12 વર્ષથી ડિરેકટર છું અને કન્સ્ટ્રકશનનો સારો અનુભવ છે અને સ્પોર્ટસ અૅન્ડ ડેવલપમેન્ટ એક્ટીવિટીમાં રૂચી હોવાથી વાયણા ગામમાં બનતી નવી ક્લબના ડેવલપમેન્ટ માટે ચેરમૅન તરીકે ક્લબની મૅનેજિંગ કમિટીએ મને જવાબદારી સોંપી છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે બિઝનેસ, સ્પોર્ટસ અને સામાજિક પ્રવૃત્તિઓની સાથે હું ધર્મ અને સ્પિરીચ્યુઆલિટીમાં પણ બહુ માનું છું. મારી કંપનીએ બે દેરાસર અને એક શિવ મંદિર પણ બનાવ્યું છે. હું ભગવાન મહાવીરે બતાવેલા અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના રસ્તે ચાલવાનો ચોક્કસ પ્રયત્ન કરું છું. મેં માત્ર 25 વર્ષની વયે પિતાની  અને 31 વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી. મારા પત્ની લીઝાબહેન અમદાવાદની પ્રખ્યાત એપલ ગ્લોબલ સ્કૂલ ચલાવે છે અને તે આ સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી છે. મારો મોટા પુત્ર પરમ અમેરિકામાં સાડા સાત વર્ષ રહ્યો છે અને ત્યાં તેણે કન્સ્ટ્રકશન મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો તથા અઢી વર્ષ જોબ કર્યા બાદ તે કાયમ માટે ભારત પાછો આવી ગયો છે. તેને ઓકટાપેડ અને તબલા વગાડવાનો શોખ છે. નાના દીકરા અર્હમને ગીટાર વગાડવાનો શોખ છે. તે સ્ટેટ લેવલ સ્વીમીંગ અને આર્ચરી ચેમ્પિયન છે. હવે તે નજીકના ભવિષ્યમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા અમેરિકા જશે. મને બન્ને દીકરા સાથે સંગીત, ગોલ્ફ, ટેબલ ટેનિસ, ટ્રેકિંગ જેવી એક્ટિવીટીઝ કરવામાં ખૂબ જ આનંદ આવે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!