• અંકલેશ્વર અને પાનોલી વચ્ચે ઓવર હેડ કેબલ તૂટી પડતાં ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત
    મુખ્ય શહેર 2-9-2022 11:42 AM
    • કેબલ તૂટી પડતા 7 ટ્રેન પ્રભાવિત, 2 ટ્રેન રદ કરાઈ 5 ટ્રેન મોડી પડી
    • રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ પૂર્ણ કરાયું
    વડોદરા

    ગુજરાતની સૌથી વ્યસ્ત અમદાવાદથી વાપી સુધીની રેલવે લાઈનમાં શુક્રવારે સવારે ઓવર હેડ વાયર તૂટી પડવાની ઘટના બની હતી. જેના કારણે ટ્રેન વ્યવહારને થોડા સમય માટે અસર પહોંચી હતી. વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે કિમી ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થવાથી ૨ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ ટ્રેન પ્રભાવિત થઈ હતી. જો કે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાતા બપોરે 12 વાગ્યા સુધીમાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

    અંકલેશ્વર-પાનોલી વિભાગ વચ્ચે શુક્રવારે સવારે 9.15 વાગ્યાના અરસામાં અજમેર બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અંકલેશ્વરના પિરામણ બ્રિજ નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક ઓવર હેડ ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો છે. જેને લઈને 5 ટ્રેન લેટ પડી 2 રદ કરવામાં આવી હતી. અચાનક ઓવર હેડ ઇલેક્ટ્રિક કેબલ(OHC) તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. ક્ષતિગ્રસ્ત કેબલ અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ ઉપર તૂટી પડ્યો હોવાથી આ ટ્રેનને સ્થળ ઉપર અટકાવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત બે સ્થાનિક લોકલ ટ્રેન ટ્રેન 09080 (69110) વડોદરા-ભરૂચ મેમુ અને ટ્રેન નંબર 09082 (69198) ભરૂચ-સુરત મેમુ રદ કરી દેવામાં આવી હતી. રેલવે તંત્રએ સમારકામની કામગીરી શરૂ કરી હતી. બપોરે 12.45 સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જતાં રેલવે વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન 5 ટ્રેન મોડી પણ ચાલી હતી. ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!