• આવકવેરાની સમજણ : ભાગીદારોનું વ્યાજ અને પગાર
    આર્ટિકલ 26-9-2022 08:30 AM
    લેખક: CA પલક પાવાગઢી
     ભાગીદારી પેઢી કે LLP ઉપર આવકવેરા ધારા હેઠળ 30% વેરો લાગે છે. આ વેરાનો દર કંપની કરતા પણ ઘણો વધારે છે. પણ ભાગીદારી પેઢી કે LLPમાંથી ભાગીદારોને મળતા નફાનાં ભાગ ઉપર કોઈ આવકવેરો લાગતો નથી. તદુંપરાંત ભાગીદારી પેઠી કે LLP દ્વારા ભાગીદારોને આપવામાં આવતું વ્યાજ કે પગાર પેઢી કે LLPને બાદ મળવાપાત્ર છે. વ્યાજ કે પગારને બાદ લેવા માટે નીચે મુજબની જોગવાઈઓ લાગુ પડે છે.
    કલમ-184 આ કલમ મુજબ નીચે મુજબની શરતોનાં પાલન કરવા ઉપર વ્યાજ કે પગાર બાદ મળશે.
    (1) ભાગીદારી પેઢી કે LLPનો દસ્તાવેજ લેખિતમાં હોવો જોઈએ.
    (2) ભાગીદારોનાં નફા-નુકશાનની વહેંચણી નિર્ધારીત કરેલી હોવી જોઈએ.
    (3) ભાગીદારી પેઢી કે LLPનાં દસ્તાવેજની દરેક ભાગીદાર દ્વારા સ્વપ્રમાણીત નકલ આવકવેરા અધિકારીને આપવાની રહેશે.
    ઉપરોક્ત શરતોનું જો પેઢી કે LLP પાલન કરશે તો તેમને કલમ 40(b) પ્રમાણે વ્યાજ કે પગાર બાદ મળવપાત્ર થશે.
    કલમ-40(b) આ કલમને સમજવા માટે તેને બે ભાગમાં વહેંચીએ.
    (1) વ્યાજ ઃ
    Á ભાગીદારોને પોતાની મૂડી કે લોન ઉપરનું વ્યાજ આ કલમ હેઠળ બાદ મળવાપાત્ર છે.
    Á આ વ્યાજની ચૂકવણી ભાગીદારી કે LLP દસ્તાવેજ દ્વારા અધિકૃત કરેલી હોવી જોઈએ. એટલે કે ભાગીદારીનાં કાયદા પ્રમાણે જો દસ્તાવેજમાં વ્યાજની ચૂકવણીનો ઉલ્લેખ ના હોય તો ભાગીદારોની મૂડી ઉપર વ્યાજની ચૂકવણી થઈ શકશે નહીં પણ ભાગીદારોની લોન ઉપર વાર્ષિક 6% પ્રમાણે વ્યાજની ચૂકવણી કરી શકાશે. આ ચૂકવણી કરેલ વ્યાજ બાદ મળવાપાત્ર નહીં થાય.
    Á ભાગીદારી કે LLPનાં દસ્તાવેજ દ્વારા પાછલા દિવસોથી વ્યાજને અધિકૃત કરીને આપવામાં આવશે તો તે બાદ મળવાપાત્ર નથી. એટલે કે ભાગીદારી પેઢી 01-04-2018નાં રોજ દસ્તાવેજ બનાવી ચાલુ કરવામાં આવે પણ તેમાં વ્યાજની ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. આ બાબત ભાગીદારોનાં ધ્યાન ઉપર તા. 01-12-2018ના રોજ આવતા તેમણે તા. 01-12-2018નાં રોજ વધારાનો દસ્તાવેજ બનાવી અને વ્યાજની ચૂકવણી તા. 01-04-2018 અધિકૃત કરે તો પણ વ્યાજ તા. 01-12-2018થી જ બાદ મળવાપાત્ર થશે.
    Á આ વ્યાજ મહત્તમ વાર્ષિક 12%નાં દરે બાદ મળવાપાત્ર છે અને આ 12% સાદા વ્યાજ પ્રમાણે બાદ મળશે.
    (2) પગાર કે મહેનતાણુ ઃ
    Á ભાગીદારોને આપવામાં આવતો પગાર કે મહેનતાણુ બાદ લેવા માટે ભાગીદારી કે LLPનાં દસ્તાવેજમાં પગારને અધિકૃત કરવો જરૂરી છે.
    Á આ પગારનાં પાછલા દિવસોથી અધિકૃત કરવામાં આવે તો તે પાછલા દિવસોથી બાદ મળવાપાત્ર નથી.
    Á ભાગીદારી પેઢી કે LLP દ્વારા પગારની ચૂકવણી જો કાર્યકારી ભાગીદાર (Working Partner)ને કરવામાં આવે તો જ આ પગાર બાદ મળવાપાત્ર છે. બિનકાર્યકારી ભાગીદારને ચૂકવેલો પગાર બાદ મળવાપાત્ર નથી.
    સવાલ ઉદભવે કે કાર્યકારી ભાગીદાર એટલે શું ? કાર્યકારી ભાગીદાર એટલે જે ભાગીદારી પેઢી કે LLPનાં રોજબરોજનાં નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા નીભાવે. પોતે ભાગીદારી કે LLPનાં ધંધા-વ્યવસાયમાં સક્રિ હોય અને તેમાં વ્યવસાય વિશેની મહત્ત્વની માહિતી ધરાવતો હોય તેવો ભાગીદાર. આવા ભાગીદારને આપવામાં આવતો પગાર બાદ મળવાપાત્ર છે. પણ જો બિનકાર્યકારી ભાગીદારને પગાર આપવામાં આવે તો તે બાદ મળવાપાત્ર નથી. ભાગીદારી પેઢીમાં ભાગીદાર વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, કંપની વગેરે બની શકશે પણ કાર્યકારી ભાગીદાર ખાલી વ્યક્તિ જ બની શકશે.
    Á ભાગીદારોને આપવામાં આવતો પગાર મહત્તમ નીચે મુજબ બાદ મળશે.
    પ્રથમ રૂા. 3,00,000/-નાં
    બુક પ્રોફિટ ઉપર કે નુકસાનવાળી પેઢી માટે

    બાકીનાં બુક પ્રોફિટ ઉપર બુક પ્રોફિટનાં 90% કે
    રૂા. 1,50,000/-
    જે વધારે હોય

    બુક પ્રોફિટનાં 60%


    કલમ 40(b)ને જો ઉંડાણીથી સમજીએ તો આ કલમ પ્રમાણે 12% વાર્ષિક ઉપરાંતનું વ્યાજ કે ઉપર મુજબ સૂચવેલ પગારથી ઉપરનો પગાર ભાગીદારી પેઢી કે LLPને બાદ મળવાપાત્ર નથી.
    અત્રે ઉલ્લેખનીય છે કે ભાગીદારી પેઢી કે LLPને બાદ મળવાપાત્ર વ્યાજ અને પગાર ભાગીદારનાં હાથમાં ધંધાની આવક હેઠળ કરપાત્ર છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!