• સોમનાથ સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
    ગુજરાત 12-9-2022 10:08 AM
    • કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી અભિષેક કર્યો
    • મારુતિ હાટની 202 દુકાનોનું ઉદ્ઘાટન, ખાસ મેકેનિઝમ સિસ્ટમથી સોમનાથ મહાદેવને ધ્વજા રોપણ કરાયું
    સોમનાથ

    કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી તેમજ સોમનાથ મંદિરના ટ્રસ્ટી અમિત શાહે સોમનાથની મુલાકાત લઈ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા અને અભિષેકનો લ્હાવો લીધો હતો. તેમના પ્રવાસ દરમિયાન તેમણે સોમનાથ સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ, મારુતિ હાટની ૨૦૨ દુકાનોનું ઉદ્ઘાટન, ખાસ મેકેનિઝમ સિસ્ટમથી સોમનાથ મહાદેવને ધ્વજા રોપણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર,પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ પણ જોડાયા હતા.

    ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૦૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે શ્રીમારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨0૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે. 

    આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.
    સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટમાં ઉમેરાયેલા આ નવા વિકલ્પો દેશ-વિદેશના ભક્તોને સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે જોડતો આસ્થાનો આધુનિક સુવિધા સેતુ બનશે.

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તિ, પર્યાવરણ પ્રેમ અને આધુનિકતાના ત્રિવેણી સંગમથી ઉત્પન્ન થયેલી  સોમગંગા વિતરણ સેવાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને સોમનાથના માનનીય ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયુ હતું. સોમનાથ મહાદેવને ચઢાવવામાં આવતા પવિત્ર જળને હવે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવશે અને પવિત્ર શુદ્ધિકરણ કરી યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોમનાથજીના શુદ્ધ કરેલા ચરણામૃતને ભક્તો ખાસ તિથિઓ અને પ્રસંગોએ તેમના ઘર, ધંધા વગેરે સ્થળોએ પવિત્રતા અને શુદ્ધિકરણ કરવા માટે, માર્જન કરવા માટે  સાથે લઈ જઈ શકશે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!