• અમદાવાદની સિવિલ હોસ્પિ.માં હોબાળો, કિડની વિભાગના સ્ટાફે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

    મુખ્ય શહેર 7-2-2023 10:48 AM
    • કર્મચારીઓની કેટલાય સમયથી પડતર માંગો ન ઉકેલાતા વિવાદ વકર્યો
    અમદાવાદ

    અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા કિડની વિભાગમાં કર્મચારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કિડની વિભાગના સ્ટાફની ઘણા સમયથી માંગો ન ઉકેલાતા વિવાદ વકર્યો હતો.

    અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર ચર્ચામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં આવેલા કિડની વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની માંગને લઈને આજે હંગામો કર્યો હતો. આ કર્મચારીઓએ પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસની રજૂઆત છતા પોતાની માંગ ન સંતોષાતા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કામનું ભારણ વધારે હોવાનું તેમજ કંપની સમયસર પગાર ન ચૂકવતી હોવાનો અને કર્મચારીઓને હેરાનગતિ જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને આઈકાર્ડ, યુનિફોર્મ પણ સમયસર ન અપાતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ આરોપને હોસ્પિટલના સત્તાધીશોએ ફગાવી દીધા હતા. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!