• સુરતમાં વેક્સિનનો સ્ટોક આવ્યો, 61 કેન્દ્રો પર વેક્સિનેશન શરૂ, 
    મુખ્ય શહેર 17-1-2023 09:50 AM
    • 20 હજાર ડોઝ આવ્યા, જોરદાર ઝુંબેશ શરૂ કરાઇ
    સુરત

    સુરતમાં પણ મોટા પાયે વેક્સીનેશનની શરૂઆત થઇ છે. વેક્સીનેશનનો સ્ટોક આવ્યા બાદ હવે લોકોમાં રાહત દેખાઇ રહી છે. સુરતમાં વેક્સીનનો જથ્થો આવ્યા બાદ વિવિધ સેન્ટરો પર ઝુંબેશ શરૂ કરાઇ છે.

    ગત ડિસેમ્બર મહિનામાં વિશ્વમાં કોરોના સંક્રમણ ફરી વધતા પંદર દિવસ પહેલા લોકો વેક્સિન લેવા દોડયા હતા પણ કોવીશિલ્ડ રસીનો સ્ટોક નહોતો. જે સરકારે મોકલી આપતા મંગળવારથી 61 કેન્દ્રો પર વેક્સિનેશનની શરૂઆત થઇ છે.

    કોવિડથી બચાવ માટે વેક્સિનેશનની કામગીરી ધીમી પડી ગયા બાદ ગત ડિસેમ્બરમાં ચાઇના સહિત અનેક દેશોમાં સંક્રમણ વધતા સુરતમાં કોવિડ વેક્સિને લેવા લોકોએ ધસારો કર્યો હતો. જે લોકો ના ડોઝ બાકી હતા તેઓ વેક્સીન લેવા માટે પહોંચતા વેક્સીનેશન સેન્ટર પર પણ લાઈન લાગી હતી. જોકે તે સમયે વેક્સિનનો સ્ટોક ઓછો હતો અને કોવીશિલ્ડનો જથ્થો પુરો થઇ જતા સરકાર પાસે ડોઝ માંગવામાં આવ્યા હતા. પંદર દિવસ બાદ 20હજાર ડોઝ મળી ગયા છે. હવે આજથી સુરત શહેરમાં મ્યુનિ.ના વિવિધ ઝોનમાં 61 જગ્યાએ વેક્સીનના ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઇ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!