• જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ
    મુખ્ય શહેર 27-9-2022 07:03 AM
    અમદાવાદ

    રાજય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ક્હ્યું કે ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાયબ્રન્ટ નવરાત્રિનું તેમણે જે આયોજન કરાવ્યું તે હવે  ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે.આ વર્ષે નવરાત્રિ ગરબાનું રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના 8 જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

    મુખ્યમંત્રીએ રાજ્ય અને રાષ્ટ્રની વિકાસ યાત્રા આદ્યશક્તિની કૃપા અને જન સહયોગથી વધુ ઉન્નત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.આ અવસરે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ પૂર્ણશ મોદી, જગદીશ વિશ્વકર્મા, અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો અમદાવાદના મેયર તેમજ વરિષ્ઠ સચિવો ,આમંત્રીતો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો  મહા આરતીમાં પણ જોડાયા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!