• સાપ્તાહિક ભવિષ્ય 
    રાશીભવિષ્ય 12-11-2022 09:35 AM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ
    12-11-22 થી 18-11-22  સુધી
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ 

    સૂર્ય.. તુલા / વૃશ્ચિક રાશિમાં.  ચંદ્ર..મિથુન થી સિંહ રાશિ સુધી , બુધ..  તુલા / વૃશ્ચિક રાશિમાં, શુક્ર..વૃશ્ચિક રાશિમાં,  મંગળ.. મિથુન / વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. *દિવાળીએ... સૂર્યગ્રહણ અને દેવદિવાળીએ ચંદ્રગ્રહણ... આમ ફક્ત ૧૫ દિવસ માં બે ગ્રહણ, એક અભૂતપૂર્વ વૈશ્વિક ઘટના છે. આને કારણે.. વિશ્વ અને ભારતીય જનતા માટે, લાંબા સમય સુધી અસરકારક રહેશે. આ આકાશીય પરિસ્થિતિ , સામાજિક, આર્થિક અને રાજકીય ઉથલપાથલ દર્શાવી રહી છે.  મોંઘવારી વધે, લોકો શાંતિ માટે પ્રયાસ કરે, રાજકીય ગરમાવો પણ જોવા મળે. રશિયા સામે યુદ્ધ વધારે લંબાય*.  ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, साप्ताहिकસાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

    મેષ: (અ ,લ, ઈ) 
    મહત્ત્વપૂર્ણ કામ પણ સંપન્ન થઇ શકે. મોટાભાગનો સમય ધાર્મિક અને અધ્યાત્મિક કામમાં પસાર થશે. તમે વધુ માયાળુ બનો. આ સમયગાળામાં નોકરી કે ધંધા માટે સંતોષકારક સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને  આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને કામના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. 

    વૃષભ: ( બ, વ, ઉ) 
    કોઈ નવો આર્થિક ફાયદો થશે. દેખાડાને કારણે ખોટા ખર્ચ અને સંબંધી સાથે મતભેદ થઈ શકે તેમ છે માટે સાવધાન રહેવું . કોઈ કામ ન થવાથી તમને નિરાશાઓ ઘેરી વળે. આ દુ:ખદાયક ઘટનામાંથી બહાર આવવાનું આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી.  નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો. 

    મિથુન: (ક, છ, ઘ) 
    આ સપ્તાહમાં, એ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કામને કરતાં પહેલાં તેના સારાં કે ખરાબ પરિણામ અંગે વિચાર કરવો જરૂરી છે, ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. પહેલાં કાર્યોને લગતી યોજનાઓની રૂપરેખા બનાવી લો. નજીકના સંબંધી કે મિત્રો સાથે સંબંધમાં કડવાશ આવી શકે છે, માટે શાંતિથી કામ લેવું. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલો. આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો તો સફળતા પણ પ્રાપ્ત કરશો.

    કર્ક: (ડ, હ) 
     ઉતાવળ ભર્યો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બનશે. માટે પોતાની ઉપર નિયંત્રણ રાખો. કોઈ બાબતે નિર્ણય લેતા પહેલાં તેનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. અત્યારે તમારા માટે કામ અને પ્રેમ બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની શુભ તક છે. તમે પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. લગ્ન લાયક વ્યક્તિઓ માટે લગ્નની વાતમાં સફળતા મળે. 

    સિંહ ઃ (મ, ટ) 
     થોડા સમયથી જે કામમાં ‘ મુશ્કેલીઓ આવી રહી હતી, તે ખૂબ જ સહજ રીતે પાર પાડવા લાગશે. તમે વિચલિત થયા વગર તમારા પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ  માટેનો રહેશે. પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, સોમવારે તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે.

    કન્યા: (પ, ઠ, ણ) 
    મિત્રો અને પરિવારજનો ને ગમતું કામ હાથમાં લેશો તો બધી જ ઘટનાઓ તમારી ફેવરમાં બનશે. કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય અને તેને કારણે તમને આત્મસંતોષ મળે. લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે ઘણાં નવા કાર્યો હાથ ધરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય. આ સમયગાળો અતિ વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. મંગળવારે તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી  વળશો ગુરુવારે અંગતપણે ખર્ચ ઉપર કાપ મૂકશો, તો સરલતા રહેશે. 

    તુલા: (ર, ત) 
    આધ્યાત્મિક કાર્યમાં સમય પસાર થતો જણાય. માંગલિક પ્રસંગો માટે પગરણ મંડાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રવિવારે મધ્યાહન બાદ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણમાં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ છે. જુના થયેલા સંબંધ તાજા થતા જણાય. વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો, કારણ વગરની ચિંતા ન કરવી, વડિલોના સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવ ની અનુભૂતિ થવા સંભવ છે. 


    વૃશ્ચિક: (ન, ય) 
    સપ્તાહ દરમિયાન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારો સમય પસાર થશે. તમે જોઈ શકાય તેવો વિકાસ સાધશો. આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો, તેની અસર રૂપે તમને સારો સહકાર મળી રહેશે. આ સમયગાળામાં વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. મંગળવારે નવા સાહસ માટે લોન મળે ગુરુવારે ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય. 


    ધન:( वृषભ, ઢ, ફ, ધ) 
    તમારામાં ખીલેલાં કાર્યવાહીના નવાં પાસાંને કારણે તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. સપ્તાહ દરમિયાન, લાંબુ વિચારવા કે કોઈ સારી કે ખરાબ નિર્ણય લેવાનો સમય હોય નહીં, તો પણ... આપમેળે યોગ્ય મંઝિલ આવી જશે. પોતાની પ્રગતિ થતી જોઈ શકાય. 

    મકર: (ખ, જ) 
    તમારામાં ઊર્જા અને આત્મવિશ્વાસનો  ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા સાબિત થાય. સારા કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમે સફળતા મેળવીને જ રહેશો. માટે.. નેગેટિવિટીથી ભરેલા લોકો આસપાસ ઊભા રહી ગયાં છે, તેનાથી દૂર રહેવું. નહીં તો તમે ભય, ચિંતા, બેચેની અને ખૂબ જ નેગેટિવ વિચારથી ઘેરાઈ જશો. મંગળવારે આર્થિક લાભ લઈ લેવો. 

    કુંભ: ( ગ, સ, શ, ષ) 
    મિત્રો અને પરિવારજનો માં વિખવાદ ઊભો નથાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. ખોટા વિચારો અને વાતો પર ધ્યાન આપવું નહીં. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે સારું કામ કરી શકશો. જો તમે એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. 

    મીન: (દ, ચ, ઝ, થ) 
    કોઇપણ કામ શરૂ કરતાં પહેલાં તેના સારાં ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. તમારી પોતીકી નાનકડી દુનિયાનું નિર્માણ કરવામાં તમને સફળતા મળે. પરિવાર અને કાર્યસ્થળ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૃર છે. મિત્રો અને સંબંધીઓની મદદ માટે તમે હંમેશાં તત્પર રહેશો. નાણાકીય આવકમાં પણ ભાગ્ય  તમારી સાથે રહેશે. આ સમયગાળા દરમિયાનમાં રોકાણો લાભદાયી નીવડે. સોમવારે રોકાણ સ્થાવર મિલકત પર કરવામાં વધુ લાભ થાય.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!