• સાપ્તાહિક ભવિષ્ય : (27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર - 2022)
    રાશીભવિષ્ય 26-8-2022 11:11 AM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ
     સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-
    સૂર્ય..  સિંહ રાશિમાં.  ચંદ્ર.. સિંહ થી તુલા રાશિ સુધી , બુધ.. કન્યા  શુક્ર..કર્ક / સિંહ રાશિમાં,  મંગળ.. વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.  શુક્ર,.. ચંદ્રની કર્ક રાશિમાંથી નિકળી સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. હાલની ગોચર ગ્રહોની સ્થિતિ જોતાં લાગે છે કે.. વરસાદનો કહેર અને અન્ય કુદરતી કોપ જોવા મળે. દેશમાં અને વિદેશમાં પણ ઉકળતો ચરુ હોય તેમ પરિસ્થિતિ તંગ રહે
    ગ્રહોની ઉપરોક્ત સ્થિતિ નો ફલકથનમાં સમાવેશ કરેલ છે. 

    મેશ

    તમે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતિત થઈ શકો છો, પરંતુ સપ્તાહના અંતસુધીમાં બધું ઠીક થઈ જશે. કોઈ નવી વાતને લઈને મનમાં શંકા રહી શકે છે.  અચાનક ઘરમાં કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. ઓફિસના કેટલાક કામમાં આવતી અડચણો સહકર્મીની મદદથી પૂરી થશે,  સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જેવી સ્થિતિ રહેશે, માટે તબિયત સાચવવી. બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૃર છે. ટૂંકા સમયમાં કે ઓછી મહેનતે પૈસાદાર થવાની ઘેલછા છોડવી પડશે. તમારી મહેનત રંગ લાવતી જણાય તથા પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય, નવી યોજનાઓ બનાવી શકાય . 

    વૃષભ 

    વ્યાપાર કરનારા લોકોને ધંધામાં નફાની તકો મળતી રહેશે, પરંતુ જો તેઓ તેમને ઓળખી શકશે તો જ તેઓ તેનો લાભ ઉઠાવી શકશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો કેટલાક સામાજિક કાર્યોમાં પૈસા લગાવશે, જેના કારણે તેમની પ્રશંસા થશે, પરંતુ તેમના કેટલાક દુશ્મનો તેમની છબી ખરાબ કરવાની કોશિશ પણ કરી શકે છે, જેનાથી તેમને સાવચેત રહેવું પડશે. તમારા હાથમાં ઘણા બધા કામ એકસાથે આવવાથી તમારી ચિંતા વધી શકે છે, કામ પ્રત્યે તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા અટકેલા પૈસા મળવાથી તમારું મન  પ્રસન્ન રહેશે. વડિલો કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. 

    મિથુન 

    રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકો માટે આ સપ્તાહના દિવસો સારા રહેશે, તેમના મનમાં કંઈક નવું કરવા માટે ઉત્સાહ અને જોશ જોવા મળશે. તમારા પરિવારના કોઈપણ સભ્યની સમયસર મદદ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો, જેના કારણે તમારું કોઈ કામ બગડી શકે છે. નાના વ્યાપારીઓને સારો ફાયદો થશે. તમે તમારા માતા પિતાને દેવ દર્શનની યાત્રા પર લઈ જઈ શકો છો. વાહન ચાલકો માટે શાંતિથી કામ કરવું. તમારા વિરોધીઓ સાથે સમજૂતી થાય તેમ જ આપની મહેનતનું મધુર પરિણામ જોવા મળે, ગૃહજીવનમાં સંવાદિતા જણાય. 

    કર્ક 

     તમને કેટલાક લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઓફિસના કામને લઈને તમારે મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા ફાયદાકારક રહેશે. ધન સંબંધી સારા સમાચાર મળી શકે છે.  તમને કોઈપણ કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે. દરમિયાન, કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. સરકારી કે ખાનગી ક્ષેત્રની નોકરી કરતા લોકો માટે સમય પ્રગતિ કારક જણાય છે. વ્યવસાય કે નોકરીના કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે તથા પારિવારિક સાનુકૂળતા જણાય, ગુસ્સા પર સંયમ રાખવો.

     સિંહ 

    તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો. ભોજનમાં ૨સ વધશે. વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. સંતાન પક્ષની ચિંતાઓથી તમને મુક્તિ મળશે. તમારા કાયદાકીય કામમાં ઝડપ આવશે. આવકના સાધન બનાવવાના પ્રયાસો સફળ થશે. યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિને મળવું ફાયદાકારક બની શકે છે. વાહન વ્યવસ્થિત રીપેર કરી વાપરવું. બેદરકારી રાખવી નહીં.  સોમવારે અને ગુરુવારે ધનલાભ શક્ય છે. શનિવારે ઉછીના પૈસા આપવા માટે સંભાળવું. મંગળવારે લાભ. શુક્રવારે  વાહન શાંતિથી ચલાવવું. 

    કન્યા 

    તમારો મૂડ બદલવા માટે અને એફિશિયન્ટ થવા, સામાજિક ઇવેન્ટમાં જોડાઓ. લોકો સાથે વાતચીત કરી મિત્રો બનાવો. તમારી ઇચ્છાઓ સાકાર થશે અને પાછલા દિવસની મહેનતનું વળતર મળશે. તમારા જીવનસાથી કે મિત્રો સાથે તમારી અંગત માહિતી શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.તમારા પરિવારમાં આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, સ્વાસ્થ્ય સાચવવું. જોઈતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે.  નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં સમય સારો જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું. 

     તુલા

    તમારું એનર્જી લેવલ સારું રહેશે. તમે ફિલ્મ, નાટક, ટીવી સિરિયલ કે કોઈ મનોરંજન કાર્યક્રમમાં જોડાઈ શકો છો. નોકરી કે વ્યવસાયના નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમને ઘણું શીખવા મળશે. માતા-પિતા તરફથી સહયોગ મળશે. તેમજ  તેઓ તેમની સાથે ધાર્મિક સ્થળે જશે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે. પડોશી તથા અન્ય સોસાયટીના લોકો સાથે વાતચીત કરતાં ગરમી પકડવી નહીં. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીતથી ઘણા પ્રશ્નો દૂર થઈ જશે. તમારી ચિંતાનાં વાદળ દૂર થાય સાથે વિચારો સકારાત્મક રાખવા, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.

     વૃશ્ચિક 

     તમને વેપારના ક્ષેત્રમાં લાભ થશે. સંતાનો સાથે સંબંધો સારા રહેશે. અન્ય વ્યાપારીઓ પણ તમારા ધંધામાંથી પૈસાનો ફાયદો ઉઠાવી શકશે. લાંબા રોકાણનો યોગ પ્રબળ છે. તમારા પોતાના અને પરિવારજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. તમને દૂર સ્થિત પ્રિયજનોના સમાચાર મળશે. સામાન્ય રીતે, બપોર પછી ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. શેરબજારમાં રોકાણ સામાન્ય લાભદાયી રહે. નોકરી તથા વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળતી જાય  પારિવારિક મતભેદ ટાળવા, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.

     ધનુ

    આ સપ્તાહ તમારા માટે મિશ્રિત રહેશે. જો તમે કડવાશને મીઠાશમાં બદલવાની કળાને તમારા ધંધામાં લાગુ કરશો તો તમે તમારા કામ સહેલાઈથી પાર પાડી શકશો, પરંતુ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓ સાથે વાત કરતી વખતે સાવધાની રાખવી પડશે, નહીં તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે.  સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીએ મહેનત ક૨વાની જરૂર છે. પરીક્ષા લક્ષી તૈયારી કરવાની, પરંતુ ખોટી માન્યતા દૂર કરવાની જરૂર છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળે, પરિશ્રમનું ફળ મળતું જણાય. 

     મકર 

    રાજનીતિની દિશામાં કામ કરતા લોકો માટે તથા કોન્ટ્રેક્ટ ઉપર કામ કરતા વ્યવસાયીઓ માટે આ સમય સારો રહેવાનો છે. તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમનું સન્માન થઈ શકે છે, જેનાથી તેમનું આત્મસન્માન વધશે. રોજગારની દિશામાં ભટકતા લોકોને સારી તક મળી શકે છે. તમને તમારા ધન લાભનો માર્ગ સ્પષ્ટ દેખાશે. લાંબા સમય પછી, કેટલીક અટકેલી યોજનાઓ પૂર્ણ થશે, જે લોકો આયાત નિકાસનો વ્યવસાય કરે છે, તેમના માટે સપ્તાહ સારુ રહેશે. નોકરી કરતા લોકો માટે, મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. 

    કુંભ 

    તમારે ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાથી બચવું જોઈએ. તમારે પરસ્પર વિશ્વાસની મદદથી તમારા સંબંધોને મજબૂત કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે ગુરૂવારનો દિવસ સારો રહેશે. સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ. નહીંતર તે તમારા પરિવારમાં વિવાદનું કારણ બની શકે છે. તમારા માટે વરિષ્ઠ સભ્યોની પરવાનગી લઈને જ કોઈ યોજના બનાવવી જોઈએ. તબિયત સાચવવી. આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય. અંગત કાર્ય પૂર્ણ કરવામાં ધીરજ રાખવી, માનસિક શાંતિ જળવાઈ રહે. સોમવારે અને ગુરુવારે ફાયદો દેખાય. 

    મીન

    તમારી પારિવારિક પ્રતિષ્ઠા વધશે, જે લોકો પ્રોપર્ટીમાં રોકાણનું કામ કરે છે, તેઓએ સાવધાન રહેવું પડશે, કારણ કે તેઓ તેમના પૈસા ખોટી જગ્યાએ રોકાણ કરી શકે છે. સમજી વિચારીને આગળ વધી શકાય. તમારા વધતા જતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તેમાં સફળ થશો નહીં. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. કોઈ સદસ્યની તબિયત અચાનક બગડવાના કારણે પરિવારમાં ઘણી દોડધામ થશે. તમને માનસિક તણાવ પણ રહેશે. શેરબજારમાં રોકાણ કર્યું હોય તો, લાભદાયી બની રહે. મંગળવારે અને શુક્રવારે ઉતાવળ કરી વાહન ચલાવવું નહીં. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!