• સાપ્તાહિક રાશીભવિષ્ય : તા. 6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2022 સુધી
    રાશીભવિષ્ય 5-8-2022 01:59 PM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-

    સૂર્ય..  કર્ક  રાશિમાં.  ચંદ્ર.. તુલા રાશિ થી  મકર રાશિ સુધી , બુધ.. સિંહ રાશિમાં, શુક્ર... મિથુન /કર્ક રાશિમાં,  મંગળ..  મેશ/વૃશભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર  રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. ગયા સપ્તાહે દેશ અને દુનિયા માટે કરેલી આગાહી સંપૂર્ણ સાચી પડી છે

    - આ સપ્તાહ દરમિયાન....બે  ગ્રહો મંગળ અને શુક્ર  રાશિ પરિવર્તન કરે છે. જેના પરિણામે, ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પાડવાની શક્યતા ઉભી થાય. હાલની સંસદમાં, કોર્ટમાં કે પછી દેશ અને દુનિયામાં લડાઈ ઝગડા અને અશાંતિ છે તે થોડા આંચકા પછી ઠીક થવાની શક્યતા છે. જોકે કોઈ એકાદ ન ધારેલી વાત પણ બને. પરંતુ આપણે મનમાં શાંતિ અને સ્થિરતા રાખવાથી રાહત થાય. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. *સોમવાર અને મહાદેવજીની આરાધના ફાયદો કરાવે. ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, साप्ताहिक भविष्य માં સમાવેશ કરવામાં આવ્યો છે. 

    મેશ 

    તમારા માટે આવી રહેલ સપ્તાહ, પડકારજનક અને સખત મહેનતનો સમય છે. મિત્રો અને સંબંધી જનો, આપની  પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખે તેવી શક્યતા છે. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા દાયક કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, ભવિષ્યના આયોજન કરવામાં અંતરાત્માના અવાજને અનુસરશો. આધ્યાત્મિકતા આપને પોતાની તરફ આકર્ષી રહી છે. સામાન્ય રીતે આપ વ્યાવહારિક છો, પણ આ દિશા પરિવર્તનથી આપને ઘણો લાભ થશે.   દૂર રહેતા લોકોના સંપર્કથી પણ આપને ફાયદો થશે. મંગળવારે અને શનિવારે પરિવારજનો, મિત્રો કે સ્વજનો પાસેથી કશુંક મળવાનો સમય છે.

    વૃષભ 

     આ સપ્તાહે પૈસા અને આર્થિક બાબતોના , વિવિધ તરંગોનો અનુભવ કરાવશે અને આપના વિચારો તથા કામ પર તેની અસર થશે, જોકે, સમાજના ભલા માટે આપની સમગ્ર શક્તિ કામે લગાડો તો લાભદાયક સાબિત થશે. મંગળવારે અને શુક્રવારે આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે. થોડા સમયમાં આપ સરળતાથી કામ કરવાના કુશળ રસ્તા શોધી શકશો. વ્યવસાય અર્થે પ્રવાસ અને યુવાનો સાથે સંપર્ક અને વાતચીત થવાની પણ શક્યતા છે, જે તમને ભવિષ્યમાં કામ આવશે.

    મિથુન 

    આ સપ્તાહ માં, આપનાં સપનાં અને ઇચ્છાઓ ખીલી ઊઠશે અને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે શાંતિ અને સંતોષની વધુ જરૂર વર્તાશે. આ સમય આપની પાસે જે કંઈ છે તેને  જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી લાગણી આ મહિનાની મુખ્ય બાબત છે. યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય રવિવારે અને બુધવારે પસાર કરો. આશ્ચર્યની વાત એ છે કે હાલમાં નાણાં, તમારા માટે ઓછી મહત્વની બાબત બની  ગઈ છે અને તે આપને કઈ તરફ દોરી જશે તે આપના નિર્ણય પર નિર્ભર કરે છે.

    કર્ક 

    મંગળવારે કે શનિવારે, વિખવાદ ઊભો નથાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. જો આપ એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. કટુંબ કે સમાજમાં ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી. આ સપ્તાહ સરસ રીતે પસાર થાય. 

     સિંહ 

    તમે લોકોને આપેલા વાયદાઓના પાલન માટે, કામના ભારણને પહોંચી વળવું તમારા માટે ઘણું પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે, આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમે સખત મહેનત કરવાનું વલણ ધરાવો છો, તો તમને આ સપ્તાહ લાભદાયી રહેશે. આપની કારકિર્દી અને પ્રતિષ્ઠા માં વધારો થશે . પગાર ઉપરાંતના લાભ, બઢતી અને સરાહના તથા વ્યક્તિગત લાભ થાય. થોડા વિલંબ પછી પણ આપ આપની પ્રગતિનો માર્ગ મોકળો કરી શકશો. મંગળવારે અને શુક્રવારે શેર બજારમાં સંભાળીને કામ કરવું. 

     કન્યા 

    આ સમય ટેન્શન અને અનિશ્ચિતતાનો છે. તમને ખબર નથી કે તમે કઇ તરફ છે જઇ રહ્યા છો. માટે એકલા બેસીને મનમાં પ્લાનિંગ કરવાનો અને સમય શાંતિથી પસાર કરવાનો છે . આધ્યાત્મિક, કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળી રહેશે. આ સપ્તાહે આધ્યાત્મિક/ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઈ શકે છે. આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યાં છે. શુક્રવારે આપના ઉપરી અધિકારીને ખુશ કરી શકશો. ગુરુવારે આર્થિક વિકાસ માટે તૈયારી થશે. 

    તુલા 

    આ સપ્તાહે આપના આનંદનો સમય પૂરો થઇ રહ્યો છે, સાથે સાથે મહેનત કરવાનો સમય પણ આવી ગયો છે . બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદાઓ પણ કાળજી માંગી લેશે. આપે બધા જ સંબંધો કામે લગાડવા પડશે. આપનું ભવિષ્ય ઉજ્વળ છે, તેની ઉપરથી નજર હટાવશો નહીં. આ અઠવાડિયામાં લાગણીઓ અને તમારા સંબંધો તમારા ઉપર હાવી રહેશે. તમને પ્રેમ અને આર્થિક વિકાસ બંને ભાવનાઓની સમાન અનુભૂતિ થશે. મંગળવારે સારી ઓફર મળે. ગુરુવારે સંભાળી કામ કરવું. 

    વૃશ્ચિક 

    આ સપ્તાહે, સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણા પ્રવૃત્ત રહી ચૂક્યા છો. ખાસ કરીને ઘર, સમાજ અને પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ અને આનંદનો છે. વેપાર તથા નોકરી નાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરવાની સુઝ પ્રગતિકારક નીવડે. આપને આ તબક્કે પૈસાની બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ભવિષ્યમાં પણ લાભ થાય. ગુરુવારે અને શુક્રવારે સારી ઓફર મળી શકે છે. 

    ધનુ 

    આ સપ્તાહે આપની આધ્યાત્મિક કે આર્થિક ઉન્નતિ થાય તેમ લાગે છે. આપ વધુ પૈસા મેળવવા, બળ અને ઉત્સાહ મેળવી શકશો. આ વસ્તુ, તમને વધારે પડતું કામ અને ઘરેલું સમસ્યાઓ પાર પાડવા માટે સક્ષમ બનાવશે. આપ ધ્યાન અને પ્રાર્થના કરી શકશો. આપની કાર્યક્ષમતા સાથે આર્થિક વિકાસ પણ થશે. હવે આપનું વલણ જરૂરતમંદોની મદદ કરવાનું રહેશે. તમે જેને જીવનની અતિ વિકટ સમસ્યા ગણો છો તેના ઉક્લના આસાર આ સપ્તાહે જોવા મળે. આ સપ્તાહમાં આપને કીર્તિ, સન્માન મળશે. સોમવારે અને શુક્રવારે શેરબજારમાં તેજીનો લાભ લઈ શકાય. 

    મકર

    ગયા મહિને આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે, પરંતુ આપને હજુ મહેનત અને અભ્યાસની જરૂર છે. ખાસ કરીને આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે, તેમાં આપ પાછળ પડો છો. જેથી આવક, અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે, પણ પ્રમાણ માં તે સારી હશે. માતા-પિતા પત્ની તથા  ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધારવા આપ આપના અનુભવોનો ઉપયોગ કરી શકો છો. જેનાથી શાંતિ મળે. મંગળવારે સાચવી ને વાહન ચલાવવું. શુક્રવારે સારા સમાચાર મળીશકે છે. 

    કુંભ 

    આ સપ્તાહે આપ, નોકરી ધંધા સાથે,  પારિવારિક બાબતોથી સંકળાયેલા રહેશો. નવા અને જુના સંબંધો તાજા થાય. બુધવારે સંભાળવું. આવક વધારવા માટે શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવે તો ઝડપી કામ થશે. મિત્રોથી લાભ થાય. જૂની ઉઘરાણી મળશે. કૂળદેવીની કૃપાથી, અટકી પડેલા કામમાં ફરી સફળતા મેળવી શકાય તેમ છે. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરવા માટે વિચારીને પગલું ભરવું. ગુરુવારે ધાર્મિક કામમાં સફળતા મળે.

    મીન

    આ સપ્તાહે આપ આર્થિક બાબતોથી ઘેરાયેલા રહેશો. જોકે તમને મહેનત કરવાથી, સફળતા પણ મળશે. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો, જોકે આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની વાહવાહ કરશે તથા તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓ વખતે પણ મદદ કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે  અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ અઠવાડિયાના સમયગાળામાં આપ  આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચન તરફ મન વાળશો. સોમવારે અને બુધવારે ધંધાકીય લાભ મળી શકે. મંગળવારે વાહન શાંતિથી ચલાવવું. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!