અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવેની કનેક્ટિવિટી વધારવા ₹124.40 કરોડના ઇન્ટરચેન્જની યોજના.
અમદાવાદ, અમદાવાદ–ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની શહેર સાથેની કનેક્ટિવિટી વધુ સરળ બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા—NHAIએ નવા ઇન્ટરચેન્જના નિર્માણની યોજના હાથ ધરી છે. અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવે અને સરદાર પટેલ રિંગ રોડ જ્યાં મળે છે ત્યાં અંદાજે ₹124.40 કરોડના ખર્ચે આ ઇન્ટરચેન્જ બનાવવાનું આયોજન છે. આ સુવિધા તૈયાર થયા બાદ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવતા વાહનો વધુ સરળતાથી એક્સપ્રેસવે પર પ્રવેશી શકશે. તેનાથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન—DSIR, ધોલેરા ઔદ્યોગિક વિસ્તાર અને ભાવનગર તરફ જતા માલવાહક તથા મુસાફર વાહનોને લાભ થવાની અપેક્ષા છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


