ગાંધીનગર, 28 સપ્ટેમ્બર: ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે દાખલ થયેલા ઉમેદવારીપત્રોની સોમવારે ચકાસણી શરૂ થઈ છે.
11 વોર્ડની કુલ 44 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મની ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયમો અનુસાર scrutiny કરવામાં આવી રહી છે.
રાજ્ય ચૂંટણી પંચના જાહેર કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર હતી, જ્યારે 28 સપ્ટેમ્બરે તેની ચકાસણી રાખવામાં આવી છે.
માન્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી 29 સપ્ટેમ્બર સુધી પાછી ખેંચી શકશે.
ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
પાર્ટીએ આઠ વોર્ડની કુલ 32 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
મહાનગરપાલિકાના બાકીના ત્રણ વોર્ડની 12 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર: ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર—WTCના ટાવર A, B અને Dના પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી—GujRERAએ કડક કાર્યવાહી શરૂ કરી છે.
નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ નહીં થવા અને નિયમનકારી શરતોનું પાલન નહીં થવાના કારણે પ્રોજેક્ટનું રેરા બેન્ક ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.
આ સાથે નવા એકમોના બુકિંગ અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
WTC Noida Development Company Private Limited દ્વારા વિકસાવવામાં આવેલા આ વાણિજ્યિક પ્રોજેક્ટની સુધારેલી પૂર્ણતા સમયમર્યાદા 30 જૂન, 2024 હતી.
ગાંધીનગર: ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં આવેલા ઐતિહાસિક કિલ્લાના પુનઃનિર્માણ માટે તૈયાર કરાયેલા આશરે ₹11 કરોડના પ્રોજેક્ટને ગાંધીનગર મહાનગરપાલિકાએ હાલ પુનર્વિચાર હેઠળ રાખ્યો છે.
કિલ્લાનો પ્રમાણભૂત ઇતિહાસ, હાલના અવશેષોની સ્થિતિ, અંદાજિત ખર્ચ અને પ્રોજેક્ટથી થનારી જાહેર ઉપયોગિતાનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યા બાદ જ તેને આગળ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે.
મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ રદ કર્યો નથી, પરંતુ તેના અમલ અંગેનો અંતિમ નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 11 ઑક્ટોબરે યોજાવાની હોવાથી આચારસંહિતા અમલમાં છે.
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન કોમર્શિયલ ઇમારતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઘટનાસ્થળે દોડધામ મચી હતી.
દુર્ઘટના સમયે સ્થળ પર કામ કરી રહેલા અંદાજે 15 શ્રમિકો સ્લેબ સાથે નીચે પડ્યા હતા.
તાત્કાલિક શરૂ કરવામાં આવેલી બચાવ કામગીરી બાદ તમામ શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ વાશમ શેટ્ટીએ જણાવ્યું હતું કે બે ઇમારતો વચ્ચે સ્વતંત્ર માળખાનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું.