અંતિમ તબક્કાની ખરીદીથી શેરબજારમાં સુધારો, સેન્સેક્સ 138 અંક વધીને બંધ.
મુંબઈ, વૈશ્વિક બજારોની નબળાઈ, ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ અને ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારે ગુરુવારનું કારોબારી સત્ર તેજી સાથે પૂર્ણ કર્યું હતું. દિવસ દરમિયાન વારંવાર દિશા બદલનાર સેન્સેક્સ અને નિફ્ટીને ક્લોઝિંગ ઑક્શન દરમિયાન થયેલી મજબૂત ખરીદીનો ટેકો મળ્યો હતો. બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો 30 શેરો પર આધારિત સેન્સેક્સ 138.36 અંક એટલે કે 0.19 ટકા વધીને 74,902.59ના સ્તરે બંધ થયો હતો. નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 46.30 અંક એટલે કે 0.20 ટકાના વધારા સાથે 23,477.80 પર બંધ રહ્યો હતો.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



