ડિજિટલ સ્વતંત્રતા સાથે યુવાનોની માનસિક સુરક્ષા પણ અનિવાર્ય.
બાળકો અને કિશોરો વાસ્તવિક દુનિયા કરતાં ડિજિટલ દુનિયામાં વધુ સમય પસાર કરી રહ્યા છે. ઑનલાઇન ગેમિંગ, સાઇબર બુલિંગ, અશ્લીલ સામગ્રી, ખોટી માહિતી અને અજાણ્યા લોકો સાથેનો સંપર્ક તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જોખમી સામગ્રી રોકવા, સાઇબર બુલિંગ અંગે ઝડપી ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવા અને બાળકોને લક્ષ્ય બનાવી થતી જાહેરાતો ઉપર નિયંત્રણ મૂકવાની પણ જરૂર છે. માતા-પિતાએ બાળકો સાથે વિશ્વાસપૂર્ણ સંવાદ રાખવો, સ્ક્રીન સમય માટે સંતુલિત નિયમો નક્કી કરવા અને પોતાના ડિજિટલ વર્તનથી યોગ્ય ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. સરકાર, સોશિયલ મીડિયા કંપનીઓ, શિક્ષણ સંસ્થાઓ અને પરિવાર સંયુક્ત રીતે જવાબદારી નિભાવે તો ડિજિટલ વિશ્વ યુવાનો માટે માનસિક કેદ નહીં, પરંતુ જ્ઞાન અને વિકાસનું સુરક્ષિત માધ્યમ બની શકે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


