આત્માની મુક્તિ
જીવતાં કે મૃત્યુ બાદ થતાં અવયવદાન અને મરણોત્તર થતાં દેહદાન બાદ જે તે આત્મા અગ્નિ સંસ્કાર વિના અવગતે જશે કે શું? અહીં જણાવ્યાં પ્રમાણે જીવાત્મા એ શરીર નથી પણ એક ભાડે રહેવા લીધેલું ઘર છે. તેથી જે દેહ નેત્ર, ત્વચા કે કિડની, લિવર કે હૃદય જેવું અંગદાન કરે છે એને જીવનદાન પામનાર વ્યક્તિના આભાર અને આશિષ મળે છે તેથી એના સૂક્ષ્મ દેહની ઉચ્ચ ગતિ જરૂર થાય છે. ઘણીવાર અજાણ્યાં કારણોસર થતી હેરાનગતિ, પ્રગતિ ન થવી, કશે જ સફળતા ન મળવી વગેરે માટે પણ કોઈ પૂર્વજોના આત્માની મુક્તિ માટે પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરવામાં આવે છે જેથી સાત્ત્વિક રાજસી અને તામસિક કર્મબંધનમાંથી આવા આત્માની મુક્તિ થાય. આમ અવયવદાન, દેહદાન કરનારને પરોપકારી હોવાથી આશીર્વાદ મળે છે તેથી એ આત્માની મુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ સમજાય છે..
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


