ગોધાવીના સુવ્યવસ્થિત વિકાસને વેગ, રાજ્ય સરકારે પ્રારંભિક TP સ્કીમ-457ને આપી મંજૂરી.
અમદાવાદ, 19 સપ્ટેમ્બર: અમદાવાદના ગોધાવી અને આસપાસના વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસને વેગ આપતા રાજ્ય સરકારે પ્રારંભિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-457ને મંજૂરી આપી છે. મંજૂરી દરમિયાન વિવિધ ફાઇનલ પ્લોટના ક્ષેત્રફળ, સીમા, સ્થાન અને જમીનના ઉપયોગને લગતા પ્રાવધાનોમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ—AUDA દ્વારા તૈયાર કરાયેલી આ યોજનાને નિયુક્ત ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, 1976ની કલમ 65 હેઠળ જાહેરનામું બહાર પાડીને પ્રારંભિક યોજનાને મંજૂરી આપી છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


