હાઇકોર્ટના ચુકાદા પછી સમયસર કાર્યવાહી માટે ગુજરાત સરકારની નવી SOP.
7: ગુજરાત સરકારે હાઇકોર્ટના ચુકાદાઓ પછી વહીવટી વિભાગો સમયસર કાર્યવાહી કરે તે માટે નવી Standard Operating Procedure—SOP રજૂ કરી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર દ્વારા ચુકાદાનો અમલ કરવો, તેની સામે Appeal કરવી અથવા અમલ માટે વધારાનો સમય માગવો—આ ત્રણેય પરિસ્થિતિ માટે કાર્યવાહીનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સંબંધિત વિભાગ હાઇકોર્ટનો ચુકાદો સ્વીકારે તો નાણાં વિભાગે નિર્ધારિત કરેલી પ્રક્રિયા અનુસાર જરૂરી અમલની કાર્યવાહી કરવાની રહેશે. આ કામગીરીમાં કાયદા વિભાગની 29 જૂન, 2024ની સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ સંબંધિત વહીવટી વિભાગની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કે કાયદા વિભાગને દરખાસ્ત મોકલવાથી બિનજરૂરી વિલંબ ન થાય તેની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


