Manavtani mahek
દરેક જીવ પ્રત્યે દયા, કરુણા, પ્રેમ અને સમગ્ર સૃષ્ટિ તરફ વ્યક્ત થતી દયા અને સમાનતાની દૃષ્ટિ. જો માનવ દયાવિહીન હોય તો જીવો અને પદાર્થોનું અસ્તિત્વ જ ન હોય. આપણા દેશની સંસ્કૃતિ ભોગ માટેની નથી પણ દયા, પ્રેમ અને માનવતાની સંસ્કૃતિ છે. ઘરમાં વડીલો તેમજ વૃદ્ધાશ્રમોની સમય કાઢીને મુલાકાત લઈ તેમની સાથે વાર્તાલાપ કરીને,તેમને સાંભળીશું, સમય આપીશું તો તેમને આનંદમય, સકારાત્મક વાતાવરણની વચ્ચે ઉર્જા પ્રદાન કરી શકીશું એ નક્કી. બીજું જેનામાં માનવતાના ભાવ નથી તે સાચા અર્થમાં માનવ જ નથી ફક્ત શરીર માનવનું હોવાથી કોઈ માનવ નથી બનતું પણ માનવતાના ભાવથી જ માનવ બનાય છે. આજના યુગમાં તો માનવતાના પાઠ આવનારી પેઢીને શીખવવા ખૂબ જ જરૂરી છે કારણ કે આજનો યુગ ભૌતિકવાદનો યુગ છે અને અતિ ભૌતિકતા માનવને દાનવ વૃત્તિઓ તરફ લઈ જાય છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment

