ગુજરાતના 150 તાલુકામાં મેઘમહેર, લાંબા વિરામ બાદ વરસાદથી ચોમાસુ પાકને નવી આશા.
અમદાવાદ, 18 સપ્ટેમ્બર: લાંબા વિરામ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોને રાહત મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર—SEOCના આંકડા અનુસાર 17 સપ્ટેમ્બરની સવારે 6 વાગ્યાથી 18 સપ્ટેમ્બરની સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના કુલ 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ નહીં થતાં જમીનમાં ભેજની અછત અને ચોમાસુ પાકની વૃદ્ધિ અંગે ચિંતા ઊભી થઈ હતી. હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી કપાસ, મગફળી, બાજરી, મકાઈ, તુવેર અને અન્ય ખરીફ પાકોને વિસ્તાર તથા પાકની હાલની અવસ્થા પ્રમાણે લાભ થવાની આશા છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


