નેપાળમાં ગુમ ગુજરાતીઓની ઓળખ પ્રક્રિયા માટે રાજ્ય સરકારનું નિઃશુલ્ક DNA પ્રોફાઇલિંગ.
ગાંધીનગર, નેપાળમાં આવેલી વિનાશક કુદરતી આપત્તિ બાદ ગુમ થયેલા ગુજરાતના નાગરિકોની શોધખોળ અને ઓળખ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા ગુજરાત સરકારે તેમના પરિવારજનોનું નિઃશુલ્ક DNA પ્રોફાઇલિંગ શરૂ કર્યું છે. રાજ્યમાંથી ગુમ કે સંપર્કવિહોણા બનેલા કુલ 30 લોકો પૈકી 29 વ્યક્તિના નજીકના સંબંધીઓના DNA નમૂના અત્યાર સુધીમાં એકત્ર કરવામાં આવ્યા છે. ગુમ લોકોમાં કેટલાક બિનનિવાસી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, કેટલાક નાગરિકો અલગ-અલગ માર્ગ અને પ્રવાસ સંચાલકો દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



