સાંભળવાની કળા : જવાબ આપવા માટે નહીં, સમજવા માટે સાંભળીએ!
દરેક વ્યક્તિ પોતાની વાત કહેવા ઉત્સુક છે, પોતાનો અભિપ્રાય રજૂ કરવા માગે છે, પોતાની વાત સાચી સાબિત કરવા માગે છે, પરંતુ જ્યારે સામેવાળી વ્યક્તિ કંઈક કહેવા બેસે છે ત્યારે તેને સાંભળવાની તૈયારી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જ્યાં ભૂલ થઈ હોય તો સ્વીકારી શકાય, મતભેદ હોય તો વ્યક્ત કરી શકાય અને દુઃખ હોય તો વહેંચી શકાય. બાળક પોતાની નિષ્ફળતા કહે તો તરત સરખામણી શરૂ થાય છે, કોઈ ભૂલ કહે તો ઠપકો મળે છે અને કોઈ મુશ્કેલી વ્યક્ત કરે તો તેને નબળાઈ ગણવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે મોબાઇલ બાજુ પર મૂકવો, સામેવાળાની આંખોમાં જોઈને વાત સાંભળવી, તેની વાત પૂરી થાય ત્યાં સુધી વચ્ચે ન બોલવું અને તરત જ સલાહ કે નિર્ણય આપવાનું ટાળવું એ નાની બાબતો છે, પરંતુ તેની અસર મોટી છે. સંવાદથી જાગે છે સંબંધોની સંવેદના!
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


