ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ, જનહિતના મુદ્દા અને સાત મહત્ત્વપૂર્ણ વિધેયકો પર રહેશે ધ્યાન.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજે, 9 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં પ્રારંભ થયો છે. 15મી ગુજરાત વિધાનસભાનું આ નવમું સત્ર 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. ટૂંકા પરંતુ મહત્ત્વપૂર્ણ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ, કૃષિ, શહેરી સુવિધાઓ, માર્ગ અને પુલોની સલામતી, વીજળી, શિક્ષણ તથા જનકલ્યાણ સાથે સંકળાયેલા પ્રશ્નો અને વિધેયકો પર ચર્ચા થવાની છે. મુખ્યમંત્રી અને વિધાનસભા ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે સત્રના પ્રારંભ પહેલાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિધાનસભામાં ઊભા કરવામાં આવતા જનહિતના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



