ભારત–અમેરિકા વચગાળાનો વેપાર કરાર અંતિમ સ્વરૂપની નજીક.
મુંબઈ: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વચગાળાનો વેપાર કરાર મોટાભાગે તૈયાર થઈ ગયો છે અને હવે કેટલીક બાકી બાબતો પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે બુધવારે જણાવ્યું કે કરારને યોગ્ય સમયે હસ્તાક્ષર માટે આગળ વધારવામાં આવશે. મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ-2026’ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં વાણિજ્ય સચિવે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ એકબીજાના બજારમાં પ્રાધાન્યવાળો પ્રવેશ સુનિશ્ચિત કરે તેવું યોગ્ય માળખું તૈયાર કરવું જરૂરી છે. બંને દેશોના ઉદ્યોગો વચ્ચે પહેલેથી જ મજબૂત વ્યવસાયિક જોડાણ છે અને સરકારો વચ્ચે બનેલી વ્યાપક સમજૂતીને ઉદ્યોગજગત તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



