ભારતીય મૂળનાં નાવી પિલ્લઈને 2026નો Nobel Peace Prize.
85 વર્ષીય પિલ્લઈની લાંબી કારકિર્દી અંગે સમિતિએ જણાવ્યું કે તેમણે દેશો અને રાષ્ટ્રીય નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવા તથા હિંસા અને સંઘર્ષના પીડિતોમાં આશા જગાવવા કામ કર્યું છે. વર્ષ 1967માં તેમણે નટાલ પ્રાંતમાં પોતાની વકીલાત શરૂ કરી અને રંગભેદવિરોધી કાર્યકરો તથા રાજકીય કેદીઓના અધિકારો માટે લડત આપી. રવાંડાના International Criminal Tribunalમાં પિલ્લઈએ ન્યાયાધીશ અને ત્યારબાદ પ્રમુખ તરીકે સેવા આપી હતી. પિલ્લઈએ International Criminal Courtમાં પણ ન્યાયાધીશ તરીકે કામગીરી કરી હતી. આ વર્ષે પુરસ્કાર માટે 287 ઉમેદવારોનાં નામ સૂચવાયાં હતાં, જેમાં 208 વ્યક્તિઓ અને 79 સંસ્થાઓ સામેલ હતાં. નોબેલ સમિતિ ઉમેદવારોનાં નામ જાહેર કરતી નથી અને નામાંકન સંબંધિત વિગતો 50 વર્ષ સુધી ગુપ્ત રહે છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


