⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

ભારત–મેક્સિકો વચ્ચે પસંદગીય વેપાર કરારની વાટાઘાટો શરૂ.

આ વાટાઘાટોમાં માલ માટે બજાર પ્રવેશ, માલના મૂળસ્થાન અંગેના નિયમો, શુલ્કપ્રક્રિયા, વેપાર સુગમતા, વિવાદ નિવારણ, આરોગ્ય અને વનસ્પતિ આરોગ્ય સંબંધિત માપદંડો, વેપારમાં તકનીકી અવરોધો તથા વેપાર ઉપચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની મેક્સિકો મુલાકાત દરમિયાન બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ હતી. આ પહેલ જૂન, ૨૦૨૫માં કેનેડામાં યોજાયેલી સાત અગ્રણી દેશોની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઈનબાઉમ વચ્ચે ભારત–મેક્સિકો ભાગીદારી વધુ ગાઢ બનાવવાની બનેલી સમજણને આગળ ધપાવે છે. બંને દેશોએ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેક્સિકોના વેપારી પ્રતિનિધિમંડળની ભારત મુલાકાત યોજવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment