અમેરિકા–ચીન વેપાર તણાવમાં નરમાઈના સંકેત: પસંદગીના માલ પર ટેરિફ ઘટાડવાની તૈયારી.
બેઇજિંગ: વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોને વધુ સ્થિર બનાવવાની દિશામાં ચર્ચા આગળ વધી રહી છે. ચીને જણાવ્યું છે કે બંને દેશો પસંદગીના માલ પર પરસ્પર આયાત શુલ્ક—ટેરિફ ઘટાડવા માટે વહેલી તકે સમજૂતી સાધવા પ્રયાસ કરી રહ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયનાં પ્રવક્તા હુઆંગ લિંગે ગુરુવારે યોજાયેલી નિયમિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બંને દેશોના વાટાઘાટકારો આશરે 30 અબજ ડૉલરના માલ પર પરસ્પર ટેરિફ ઘટાડવાની વ્યવસ્થા અમલમાં મૂકવા માટે કાર્યરત છે. જોકે તેમણે કરારમાં સામેલ થનારા ચોક્કસ ઉત્પાદનો અથવા ટેરિફમાં થનારા ઘટાડાની ટકાવારી અંગે વિગતો આપી નહોતી.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


