માલદીવે ભારતની 150 મિલિયન ડૉલરની ટ્રેઝરી બિલ સુવિધાની મૂળ રકમ સંપૂર્ણ ચૂકવી.
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: ભારત અને માલદીવ વચ્ચેના નાણાકીય સહકારમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. માલદીવ સરકારે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા—SBI દ્વારા વર્ષ 2019માં સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી 150 મિલિયન ડૉલરની ટ્રેઝરી બિલ સુવિધાની સંપૂર્ણ મૂળ રકમ પરત કરી છે. 17 સપ્ટેમ્બરે 50 મિલિયન ડૉલરનો છેલ્લો હપ્તો ચૂકવાતાં આ સુવિધા હેઠળની મૂળ રકમની ચુકવણી પૂર્ણ થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે SBI દ્વારા માલદીવ સરકાર સાથે કુલ 150 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યાં હતાં.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


