ભારત–સ્વિટ્ઝર્લૅન્ડ સહયોગને નવી ગતિ; પરિવહન, ટેક્નોલોજી અને સંશોધન પર મોદી–પરમેલિનની મહત્વપૂર્ણ બેઠક.
5: ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિસ કન્ફેડરેશનના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ ઉપરાંત સાયન્સ, ટેક્નોલોજી, ઇનોવેશન, સંશોધન, કુશળતા વિકાસ તથા મોબિલિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં ભારત–સ્વિટ્ઝર્લૅન્ડ ભાગીદારીના વિવિધ પાસાંની સમીક્ષા કરવામાં આવી હતી. પરિવહન માળખું, આધુનિક ટેક્નોલોજી અને સંશોધન સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી દ્વારા બંને દેશો માટે નવી તકો ઊભી થઈ શકે છે. 7 ઑક્ટોબરે યોજાનારી ભારત–ઈએફટીએ પ્રોસ્પેરિટી સમિટમાં રોકાણ અને વ્યાપારી સહયોગની નવી તકો પર ચર્ચા થવાની છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


